Abtak Media Google News

વાડીએથી ઘરે જતી વેળા કાળમુખા ડમ્પરે બે નો ભોગ લેતા પરિવારમાં આકંદ

મહુવાના જાદરાથી ગુંદરણી જતાં માર્ગ પર બાઇકને પાછળથી ડમ્પરે ઠોકરે લેતા બે પિતરાઇ ભાઇના ઘટના સ્થળ પર મોત નિપજાવ્યા અંગેની મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

Advertisement

અકસ્માતમાં મહેશભાઇ સંજયભાઈ સરવેયા ઉવ. ૨૦ અને લલીતભાઈ મનુભાઈ શિયાળ ઉવ. ૧૮ રહે બન્ને ગુંદરણી ના મોત નિપજયા

ત્યારે જાદરાથી ગુંદરણી જવાના માર્ગે બાઇકને પાછળથી ડમ્પર ચાલકે ઠોકરે લઇ બન્ને પિતરાઇ બંધુને કચડી નાખી મોત નિપજાવ્યું હતું. અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં મહુવા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બન્ને મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.