Abtak Media Google News

ધ્રોલ નજીક રસ્તોઓ વગતા સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર ચાલક અને કારમાં બેઠેલી મહિલાના મોત થયા હતા.

રાજકોટ જામનગર હાઇવે પર અકસ્માત થયો હતો. સ્વિફટ કાર જી.જે.10 બીજી 9668 નંબરની કાર રાજકોટથી જામનગર તરફ જતી હતી. ત્યારે ધ્રોલ નજીક વોરા બોડિંગ પાસે એક્ટિવા જઇ.જે.3 જેથી.6886 નંબરના એકિટવા રોડ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં બેઠેલા ગીતાબા પ્રવીણ મકવાણા (ઉ.વ.63)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. એક્ટિવા ચાલક અબ્દુલભાઇ અલીભાઇ (ઉ.70)ને ગંભીર ઇજા પહોંચી હતી જેને 108ની મદદથી જામનગર ખાતે ખસેડયા હતા જયાં સારવાર બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું. ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં મળતી મહિતી મુજબ કારમાં બેઠેલી મહિલા સુરેન્દ્રનગરથી લૌકીક ક્રિયામાંથી આવ્યા હતા ત્યારે મોત થયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.