Abtak Media Google News

૪૨૯૮ બોટલ દારૂ, ૪૪ બિયરના ટીન અને બે વાહનો મળી રૂ.૨૭ લાખનો મુદામાલ કબ્જે કરતી એલ.સી.બી.

ભચાઉ : તાલુકાના કકરવા ગામની સીમમાંથી પૂર્વ કચ્છ એલસીબીએ વિક્રમી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો . હરિયાણા પાસિંગની ટ્રકમાં લાગેલા ક્ધટેનરમાં ચોખાની આડમાં દારૂ છુપાવાયો હતો. દારૂની કટીંગ કરાતી હતી , ત્યારે જ એલસીબીની ટીમે દરોડો પાડીને મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો . પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉના કકરવા ગામની સીમમાંથી વિક્રમી દારૂનો જથ્થો ઝડપાયો હતો . પૂર્વ કચ્છ એલસીબીની ટીમને મળેલી બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો . પોલીસે હરિયાણા પાસીંગની એચઆર ૩૮ આર ૮૬૭૭ નંબરની ટ્રક ઝડપી પાડી હતી . આ ટ્રકમાં ક્ધટેનર લાગેલું હતું . ક્ધટેનરમાં ખાના બનાવીને તેના ચોખાની આડમાં શરાબ છૂપાવાયો હતો . ભચાઉના કકરવાની સીમમાં દારૂની કટીંગ કરાતી હતી , તે દરમિયાન એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો . પોલીસની રેઈડ દરમિયાન ટ્રકમાં લાવેલી દારૂની પેટીઓ જી.જે ૧૫ ઝેડ ૧૯૮૪ નંબરની બોલેરો જીપના ડાલામાં ભરવામાં આવતી હતી . પોલીસની રેડઈ દરમિયાન આરોપીઓ નાશી છૂટયા આરોપીઓ ( ૧ ) અરજણ કરશન કોલી ( ૨ ) મનજી કરશન કોલી ( ૩ ) હિતેષ કરશન કોલી રહે . ત્રણેય મનફરા તા.ભચાઉ ) ક્ધટેઇનર ટ્રકનો ચાલક ( ૫ ) વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ – અલગ બ્રાન્ડની બોટલો નંગ -૪૨૯૮ કિ.રૂ .૧૫,૦૪,૩૦૦ / – બીયરના ટીન નંગ -૪૪ કિ.રૂ .૪,૪૦૦ / – ક્ધટેઇનર ટ્રક નં.એચ.આર ૩૮ – ક્યુ -૮૬૭૭ કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / – બોલેરો પીકપ નં.જીજે – ૧૫ – ઝેડ -૫૯૮૪ કિ.રૂ .૨,૦૦,૦૦૦ / કુલ કિ.રૂ .૨૭,૦૮,૦૦૦ /આગળ ની તાપસ ભચાઉ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .

આ કામગીરીમાં એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.