Abtak Media Google News

લોન અપાવવાના બ્હાને ચાની લારીના ધંધાર્થી પાસેથી મેળવેલા ડોકયુમેન્ટના આધારે રજીસ્ટ્રેશન કરાવી આચર્યુ કૌભાંડ

નાના વેપારના આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેના આધારે જી.એસ.ટી. કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવી ઇ-વે બીલ હેઠળ રૂ. ૧૦ કરોડની ટેકસ ચોરીના ગુનામાં ઝડપાયેલા શખ્સની સેસન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.વધુ વિગત મુજબ જી.એસ.ટી.માં ઇ-વે બીલ અપલોડ થયા બાદ માસના અંતે દરેક વેપારીએ જી.એસ.ટી. રીટર્ન ભરવું ફરજીયાત છે. રૂ. ૧૦ કરોડની રકમના જીએસટી ના ઇ-વે બીલ અપલોડ થયેલા હોવા છતાં વેપારી તરફથી માસના અંતે રકમ જમા કરવામાં ન આવતા જીએસટી વિભાગે રજીસ્ટર્ડ વેપારીની તપાસ કરતા આ વેપારીઓ ખરેખર ચાની રેંકડી ચલાવતા લોકો જણાવેલા અધિકારી દ્વારા આ લોકોની પુછપરછ કરતા ખ્યાલમાં આવેલો કે નાના વેપારીઓ પાસેથી રાયધન ડાંગરે લોન અપાવી દેવાના બહાને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવી જે દસ્તાવેજોના આધારે તેઓના નામે જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન કરાવી મોટી રકમનો વેપાર દર્શાવેલો હતો.

જી.એસ.ટી. અધિકારીઓએ રાયધન ડાંગરને સમન્સ પાઠવી ખુલાસો કરવાની તક આપેલી જે દરમ્યાન રાયધન ડાંગરે કૌભાંડ કર્યાની કબુલાત આપતા રાયધન ડાંગરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ, મેજીસ્ટ્રેટ રાયધન ડાંગરની જામીન અરજી નામંજુર કરતા આરોપીએ સેસન્સ અદાલતમાં જામીન અરજી રજુ કરી ન હતી.

સેસન્સ જજ જૈન સમક્ષ જીએસટી વિભાગ વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ જણાવેલ હતું કે, આ કાયદા હેઠળ જુજ ફરીયાદો થયેલી છે. ખરીદનાર વેપારીઓ પાસેથી જીએસટી ની મોટી રકમ કરી આવી રકમોની ઉચાપત કરી છે. ત્યારે સરકારને નુકશાન ભોગવવુ પડે છે.તપાસની પ્રક્રિયા ચાલુ છે આરોપીને જામીન મુકત કરી પુરાવા સાથે ચેડા કરવાની તક આપવા સમાન લાભ આપી શકાય નહી. સરકાર તરફેની આ તમામ રજુઆતો ઘ્યાનમાં લઇ સેસન્સ કોર્ટે આરોપી રાયધન ડાંગર ની જામીન અરજી રદ કર્યા છે.આ કેસમાં જી.એસ.ટી. વિભાગ વતી જિલ્લા સરકારી વકીલ  સંજયભાઇ કે.વોરા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.