Abtak Media Google News

સ્ટેટની આવક કરતા દોઢ ગણા ખર્ચે નિર્માણ પામ્યું હતુ આ તળાવ: દુષ્કાળમાંથી પોતાના રાજયની પ્રજાને ઉગારવા દરબાર આલા ખાચરે ઘટતી રકમ રાણીના દાગીના વેચીને ચૂકતે કરી હતી

વર્ષ ૧૯૦૦માં અંગ્રેજ કર્નલ હન્ટરનાં હસ્તે આલણસાગર તળાવનું ઉદઘાટન કરાવાયું હતું

જસદણ સ્ટેટના ન્યાયપ્રિયદરબાર આલાખાચરની દાતારી, સુરવીરતા અને એની કોઠાસુજ ના વખાણની વાતોની સાહિત્યકારો, કલાકારોએ પણ નોંધી છે અને અનેક જગ્યાએ મેળાવડા કે ડાયરામાં જસદણ દરબાર આલાખાચરને અચૂક યાદ કરવામાં આવે છે. છપ્પનીયો દુષ્કાળ સમયે રાજયની આવક કરતા દોઢ ગણા ખર્ચે બનેલુ જસદણનું આલણસાગર તળાવના ઘટતા ખર્ચને પહોચી વળવા રાણીના આભુષણોનું વેચાણ વગેરે જેવી બાબતોને આજ પણ લોકો યાદ કરે છે.

આલણસાગર તળાવનું બાંધકામ જસદણ દરબાર આલા ખાચર પહેલાએ પોતાના શાસનકાળ ઈ.સ. ૧૮૫૧ થી ૧૯૦૪ એ કરાવ્યું હતુ એ વખતે વિક્રમ સવંત ૧૮૫૬માં પડેલ અતિ કપરા છપ્પનિયા દુષ્કાળમાંથી પોતાના જસદણ રાજયની પ્રજાને ભૂખમરાથી બચાવવા આ તળાવ ખોદવામાં આવ્યું હતુ. આ તળાવનું ઉદઘાટન અંગ્રેજ પોલીટીકલ એજન્ટ કર્નલ હંટરના હસ્તે તા.૧૧.૧૧.૧૯૦૦ના રોજ કરવામાં આવ્યું હતુ ત્યારે તળાવના બાંધકામમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા વાળા માણસોને ઈનામો આપવામાં આવ્યા હતા.

Img 20200903 Wa0017

લોકોમાં ખાવાના સાસા પડવા લાગ્યા હતા તે ભૂખમરાથી પોતાની પ્રજાને બચાવવા ઘણા રાહત કામો શરૂ કરવામાં આવ્યા હતા.આ રાહતકામોમાં કામ કરનાર પ્રજાજનોને મજુરી રૂપે અનાજ અથવા રોકડ આપવામાં આવતી હતી આ રાહતકામ ઉપર માંદા લોકોના ઈલાજ માટે ડોકટરની વ્યવસ્થા હતી અને ડોકટરની સલાહ મુજબનો ખોરાક માંદા માણસોને રાજયના કોઠારમાંથી આપવામાં આવતો હતો. નાના છોકરાવાળી સ્ત્રીઓ મજુરીએ જાય ત્યારે તેના બાળકોને સાચવવા અને રમાડવા માટે સ્ત્રીઓ રાખવામાં આવતી હતી.

છપ્પનિયા દુષ્કાળના આવા કપરા સમયે જસદણ રાજયનાં બાખલવડ, જનડા, દલડી, રાજાવડલા હિંગોળગઢ, રેવાણીયા અને પાનેલીયા ગામે તળાવ બંધાવ્યા હતા. ૨૨૭ નવા કુવા ખોદાવ્યા અને જુના કુવા ઉકેરાવ્યા હતા. એ વખતે આલણસાગર તળાવ બનાવવાનો કુલ ખર્ચ રૂા.૧,૫૦,૦૦૦ એવો થયેલ અને આ ખર્ચ સામે રાજયનીકુલ આવક રૂા.૧.૦૦,૦૦૦ હતી. આ ખર્ચની ભરપાઈ આલાખાચર અને રાણીએ પોતાના અંગત વપરાશના સોના -ચાંદી અને રત્ન વેચી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.