Abtak Media Google News

પર્યાવરણની મિશાલ આપતી ધંધુસરની શાળામાં ૧૦૦૦ રોપાઓનું વાવેતર

૧૧૭ જાતની વનસ્પતિ, ૧૦૦ જેટલા રોપાઓ ઉપરાંત, અરડુસી, નગોળ, ફુદીનો, અજમો, તુલસી વગેરે આપુ ઔષધિઓનું વાવેતર

જૂનાગઢ નજીક વંથલી તાલુકાની ધંધુસરની પ્રાથમિક શાળાના શિક્ષક ડો. જેતાભાઇ દિવરાણીયાને વનસ્પતિ, ફુલ સાથે અનેરો લગાવ છે. તેમણે શાળામાં નવરાશના સમયે કામ કરી શાળામાં જ ૧૧૭ પ્રકારની વનસ્પતિ ઉગાડી છે. સાથે જ  વેસ્ટ  દૂધની કોથળીઓનો ઉપયોગ કરી ૧૦૦૦ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવી રહયા છે. તેમના આ પ્રયત્નોથી ધંધુસરની પ્રાથમિક શાળા જૂનાગઢ જિલ્લાની પ્રથમ ગ્રીન સ્કુલ બની ગઇ છે.

ગ્રીન શાળાનું નિર્માણ કરનાર ડો. જેતાભાઇ દિવરાણીયા ધંધુસર ગામના જ વતની છે, અને ધંધુસર પ્રાથમિક શાળામાં ૨૦૧૧ થી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ૨૦૧૧માં અહિ નોકરી પર લાગ્યો ત્યારે શાળા સાવ ઉજ્જડ હતી. ત્યાર બાદ શાળા વ્યવસ્થીત બની ગયા પછી ખાલી જગ્યામાં વનસ્પતિઓ ઉગાડવાની શરૂઆત કરી હતી. હાલમાં ૧૧૭ જાતની વનસ્પતિ ઉગાડવામાં આવી છે. તેમજ ૧૦૦૦ રોપ તૈયાર કરી ગામ લોકોને પણ આપવામાં આવે છે. આ વૃક્ષોનું જતન માટે  શિક્ષકો, વિધાર્થીઓ, ગામના સ્થાનિક લોકો પણ આ ભગીરથ કાર્યમાં મદદ કરે છે.

૧૬ જાતની ઐાષધીઓમાં અરડુસી, નગોડ, ફુદીનો, અજમો, તુલસી છે. ફુલ છોડમાં કરેણ, જાસુદ, ચંપો, યુફોરબીયા છે. કીચન ગાર્ડન માટે અળવી, પપૈયા, મીઠો લીમડો, ટીંડોરીનું વાવેતર કર્યું છે. અત્રે નોંધનીય છે કે, ડો. જેતાભાઇને વર્ષ ૨૦૨૦ના પ્રતિભાશાળી શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬-૧૭ માં તાલુકા કક્ષાએ પણ ધંધુસર પ્રાથમિક શાળાને સ્વચ્છતા એવોર્ડ અંતર્ગત પ્રથમ સ્થાન મેળવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.