Abtak Media Google News

રૂ. ૫૯,૬૩૫ ના મુદામાલ સાથે બેલડી ઝડપાઇ

મહુવા તાલુકાના નેસવડ ખારા વિસ્તાર પાસેથી એલસીબીએ બેલડીને ઝડપી લઇ આઠ ઘરફોડ અને એક બાઇક ચોરીનો ભેદ ઉકેલી રૂ. ૫૯,૬૩૫ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ ભાવનગર એલસીબીના સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન મહુવાના નસેવડ ગામ તરફથી નેસવડ ગામનો કુલદીપ કિશોરસિંહ વાંજા અને દિપક ઉર્ફે બાબુ જશુ બારૈયા નામના શખ્સો આવતા હોવાની મળેલી બાતમીના આધારે વોચ દરમ્યાન બન્નેની અટકાયત કરી હતી.

પોલીસે બેલડીની પુછપરછ કરતા આઠ ઘરફોડ અને ભાવનગર શહેરમાંથી એક બાઇક ચોર્યાની આપેલી કબુલાતના આધારે બન્નેની ધરપકડ કરી રૂ. ૫૯,૬૩૫ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.