Abtak Media Google News

હાલ સમગ્ર ભારત દેશમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ ઊંચા જવા પામ્યા છે.

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને પેટ્રોલના ભાવ આજે ૮૦.૬૨ જવા પામ્યા છે. ત્યારે બીજી તરફ ડીઝલના ભાવમાં પણ નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે ત્યારે ડીઝલના ભાવ પણ જિલ્લા ના પેટ્રોલ પમ્પો ઉપર ૮૦.૦૮/ લિટરે પહોંચ્યા છે. જેના કારણે અનેક વાહનચાલકો ને મોંઘાદાટ ડીઝલ પેટ્રોલ ભરાવીને વાહન ચલાવવા મજબૂર બનવું પડી રહ્યું છે. જિલ્લામાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સામે વિરોધ પક્ષ પણ હાલ ચૂપચાપ આ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો નિહાળી રહ્યું છે. બીજી તરફ ડીઝલના ભાવમાં પણ સતત વધારો થતાં ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓને પણ  હાલ મોંઘું ડીઝલ ખરીદીને ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ રાખવા માટે મજબૂર બની રહેવું પડી રહ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦ ટકા ટ્રાન્સપોર્ટટો મોંઘાદાટ ડીઝલના પગલે બંધ થઈ ચૂક્યા છે જેનું મુખ્ય કારણ ડીઝલના ભાવ વધારા સામે ગ્રાહકો અને વેપારીઓ વસ્તુઓ મોકલવાના વધુ નાણાં ન ચુકવતા હોવાના કારણે ટ્રાન્સપોર્ટના ધંધા થયો ખોટ માં જઈ રહ્યા છે. અને જિલ્લાના અનેક ટ્રાન્સપોર્ટ બંધ કરવાની દહસ્ત સર્જાવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.