Abtak Media Google News

એકટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ શરૂ કરાયો કોરોના ટેસ્ટ: ટીમને સહકાર આપવા આસી.કલેકટરની અપીલ

હળવદમા સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા ઘરે-ઘરે જઈને ૪૩૦ ટીમો દ્વારા પલ્સઓક્સીમીટરથી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાને નિયંત્રણ કરવા માટે એક્ટીવ સર્વેલન્સની ટીમો દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ કાર્યરત કરાઇ છે આ એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને કોરોનાનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે આ ટીમો દ્વારા ઓછામાં ઓછા સર્વેના ૧૦ રાઉન્ડ કરવામાં આવશે.

Advertisement

હળવદ શહેરી વિસ્તારો ઉપરાંત ઉપરાત ગ્રામ્ય વિસ્તારના સર્વે કરવા માટે ૪૩૦ એક્ટીવ સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. એક્ટીવ સર્વેલન્સ ટીમમાં આશા વર્કર,મેલ હેલ્થવર્કર,ફીમેલ હેલ્થવર્કર, મધ્યાહન ભોજનના સંચાલકો, શિક્ષકો,મલ્ટી પર્પઝ હેલ્થવર્કર વગેરે દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સર્વેની આ કામગીરી ૩૦ સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે આસિસ્ટન્ટ કલેકટર  ગંગા સિંઘ ના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ સર્વેલન્સની ટીમોની કામગીરીમાં કોઇ કચાશ ન રહે તે માટે ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

ઘરે ઘરે જઈ એક એક વ્યકિતના આરોગ્યની કરાય છે ચકાસણી

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે-ઘરે જઈ એક-એક વ્યક્તિનું આરોગ્ય નું સર્વે કરવામાં આવી રહ્યું છે સાથે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેને સ્થળ પર અથવા તો જરૂર જણાય તો હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે સાથે વધુમાં કોઈપણ વ્યક્તિને તાવ, માથું દૂખવ,શરદી કે પછી કોઈ અન્ય કોરોના ને લગતા જ લક્ષણો હોય તો તેઓએ હોસ્પિટલ ખાતે ચકાસણી કરાવવા ઉપરાંત ટીમોને લોકો સાથ સહકાર આપે તેમ આસી.કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.