Abtak Media Google News

સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે હળવદ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતમાતા અને યુગ પુરુષ અને લાખો યુવાનોના આદર્શ એવા પૂજ્ય સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ નું અનાવરણ અને સ્થાપના કરવામાં આવી હતી

Advertisement

હળવદ તાલુકામાં સર્વ પ્રથમ માં ભારતી અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રભકત સ્થાનિકો હર્ષોઉલ્લાસ સાથે ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા અને કર્મકાંડી ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા અર્ચના કરાવવામાં આવી હતી અને પૂજ્ય સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોએ ફૂલ હાર થકી માં ભારતી અને સ્વામી વિવેકાનંદજીની વંદના કરી હતી અને હાજર સૌવ લોકોએ માં ભારતીની આરતી ઉતારી હતી

આ કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ,શ્રી પ્રભુચરણ દાસજી મહારાજ,નગરપાલિકા ઉપપ્રમુખ રેખાબેન અનિલભાઈ મિસ્ત્રી , કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે,રણછોડભાઈ દલવાડી,બજરંગદળ ગુજરાતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર , કેતનભાઈ દવે,ચંદુભાઈ ઝાલા , અનિલભાઈ મિસ્ત્રી રોટરી કલબ હળવદના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા,સહિત રાજકીય, સામાજિક આગેવાનો સહિત શ્રી ગૌલેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળ ના સભ્યો અને રાષ્ટ્રભકતો ઉપસ્થિતિ રહ્યા હતા  આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યુવક બોર્ડના જિલ્લાના સહવાલી અને શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે ,તાલુકા સંયોજક વિજયસિંહ પઢીયાર,નગર સંયોજક અજયભાઈ સિંધવ,ઓમભાઈ રાવલ સહિત યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.