Abtak Media Google News

હળવદ વોડે 7 આવેલ સુનિલ નગરમાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર, શેરી સાફ સફાઈના અભાવે બહિષ્કાર કર્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી સહિત તમામ ચુટણીનો બહિષ્કાર કર્યો હતો.હળવદ શહેરના વોર્ડ નંબર-7માં આવેલ સુનિલ નગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા, પાયાની સુવિધાઓ જેવી કે  રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સફાઈના અભાવે મહિલાઓ રણચંડી બની હતી.

સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.વોર્ડ નંબર-7 માં આવેલ સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે બેનરો સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં વિકાસ નહીં તો વોટ નહીં તેમજ રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર તેમજ સાફ સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. તો સાથે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ ચૂંટણી ટાણે જ પક્ષ પલ્ટો કરતા જ સમસ્યા કોને સંભળાવવી તેવી અવઢવ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.  હળવદ શહેરના વોર્ડ નંબર-7 માં સુનિલ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા રહીશોએ બેનરો  લગાવ્યા હતા,જેમાં રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ માટે સુનિલનગરના મેઈન ગેટ પાસે  વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું બેનર લગાવવામાં આવ્યું છે.

હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો  વ્યાપી જવા પામ્યો હતો.બીજી તરફ હળવદ નગરપાલિકા ભાજપ શાસીત જ હોય અને વોર્ડ નંબર 7 ના કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય ભાજપમાં ભળી જતા સ્થાનિક રહીશો પોતાની ફરિયાદ કોને સંભળાવે. તો સાથે હાલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ શાસિત નગરપાલિકા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે કેમ અને સુનિલનગરમાં લગાવેલા બેનરો કઇ પાર્ટીને ફળશે તે આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.