Abtak Media Google News

વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૩૦ કરોડ લોકોને બ્રોડબ્રેન્ડનો લાભ મળશે

હાલ ભારત દેશ ડિજિટલ તરફ અગ્રેસર થઈ રહ્યું છે જે માટે વડાપ્રધાન મોદીએ ડિજિટલ ઈન્ડિયાને પણ લોન્ચ કરી લોકો સૌથી વધુ ડિજિટલનો ઉપયોગ કરે તે માટે જણાવ્યું હતું અને તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. હાલ દેશનું ટેલીકોમ ક્ષેત્ર અન્ય ક્ષેત્રની સરખામણીમાં ખુબ ઓછુ વિકસિત છે ત્યારે આ ક્ષેત્રને વધુને વધુ વિકસિત કરી દેશના ગામડાઓને બ્રોડબ્રેન્ડની છત્રી નીચે આવરી લેવા સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારનું માનવું છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૩૦ કરોડ લોકોને બ્રોડબ્રેન્ડ સેવાનો લાભ મળશે અને તમામ ગામડાઓ ઈન્ટરનેટ સુવિધાઓથી સુસજજ કરાશે. નેશનલ બ્રોડબ્રેન્ડ મિશન હેઠળ સરકારે નિર્ધાર કર્યો છે કે, આવનારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના તમામ ગામડાઓ ઈન્ટરનેટની સુવિધાથી સુસજજ થવા જોઈએ. જેથી દેશ ડિજિટલ તરફ અગ્રેસર થઈ શકે. આટલી મોટી વ્યવસ્થાને ઉભી કરવા માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરની પણ જરૂરીયાત રહેતી હોય છે જેથી સરકાર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને વધુને વધુ વિકસિત કરી રહ્યું છે અને દેશના અર્થતંત્રને ડિજિટલી વેગ આપવા માટે પ્રયત્નો પણ કરી રહ્યું છે.

દેશને ડિજિટલી આગળ વધારવા હાલ સરકાર દ્વારા ૩૦ લાખ કિલોમીટરના રૂટ ઉપર ઓપ્ટીકલ ફાયબર લગાવવામાં આવી રહ્યા છે જેના કારણોસર આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં લોકોને સારી ગુણવતાવાળી ઈન્ટરનેટ સેવાઓ મળવાપાત્ર રહેશે. ભારત નેટ અભિયાન હેઠળ ટેલીકોમ્યુનિકેશન મંત્રાલયે ૧.૪૦ લાખ ગામડાઓ અને પંચાયત અને ઈન્ટરનેટ સેવામાં આવરી લીધેલ છે. ટેલીકોમ્યુનિેકશન મંત્રાલયના રાજયમંત્રી સંજય ધોતરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ સરકારનો લક્ષ્યાંક છે કે જે દેશના ૨૭ હજાર ગામડાઓ હજી મોબાઈલ કનેકટીવીટીથી વંચિત છે તે સર્વેને બ્રોડબ્રેન્ડથી જોડી દેવામાં આવે. દેશના તમામ ગામડાઓ

બ્રોડબ્રેન્ડની છત્રી નીચે આવી જતા સરકારી કામકાજમાં પણ ખુબ જ સરળતા અને ઝડપ જોવા મળશે. વડાપ્રધાન મોદી હરહંમેશ ગુડ ગર્વનન્સ ઉપર ભાર મુકતા હોય છે ત્યારે જો દેશના તમામ ગામડાઓ ડિજિટલી કનેકટ કરી દેવામાં આવશે તો ગુડ ગર્વનન્સ પણ સારી રીતે જળવાય શકશે અને દેશનો સામાજીક અને આર્થિક રીતે પણ વિકાસ થઈ શકશે. બીજી તરફ વડાપ્રધાન મોદી જે રીતે ડિજિટલ ઈકોનોમી અને ડિજિટલ ઈન્ડિયાને પ્રાધાન્ય આપે છે તેનાથી આવનારા સમયમાં ૫-જી, એમટુએમ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ દેશના ડિજિટલ વિકાસ માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.