Abtak Media Google News

વિસાવદરનાં નવીચાવંડનાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસૂતી કરાવાઈ

વિસાવદર તાલુકાના બરડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નવીચાંવડ ગામના અંતરિયાળ ફોરવહીલ પહોંચી ન શકે, તેવા દુગઁમ વાડી વિસ્તારમાં  વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને ૧૦૮ દ્વારા સફળ પ્રસૂતી કરાવાઈ હતી. અને એક ગરીબ આદિવાસી મહિલા અને બાળકની જીંદગી બચાવેલ છે.

નવી ચાવંડ ગામે આદિવાસી મજુરીકામ કરતી ગરીબ મહિલાને ચાર પુત્રી બાદની પાંચમી સગર્ભાવસ્થાની જાણ આરોગ્ય કેન્દ્રનાં આયુષ મહિલા તબીબ ડો. અંજના પરમાર પાસે ઉપલબ્ધ હતી. તેઓ તથા તેમનો સ્ટાફ આશા, નર્સ અને સુપરવાઈઝરે આ હાઈ રીસ્ક માતાની કાળજી લેતા હતા.

પ્રસુતિની તારીખ પણ આવી ગઈ હતી. ઉપાધિ એ વાતની હતી કે, જયારે પ્રસુતાને દુખાવો ઉપડે તો નજીકનાં દવાખાને વાહન સિવાય લઈને જઈ શકાય તેમ ન હતું. ત્યારે વહેલી સવારે પ્રસુતાને દુખાવો ઉપડતા મહિલા તબિબ અંજનાબેનને મળતા તાબડતોબ આ કામે અગાઉથી તૈયાર રાખેલી  રેપીડ  ટીમનાં સભ્યો જયાબેન ભેંસાણીયા, જયેશ  બલદાણીયા, સહીતના તમામ બાઈક લઈને મહામુસીબતે વાડીએ પહોંચી ગયા હતા.  પ્રસુતાને તપાસતા ઊંધુ આવતું બાળક ધ્યાને આવતા વાડી વિસ્તારમાં ખુબજ જોખમી કહી શકાય તેવી પ્રસુતિ ડો. અંજના એ  પુરેપુરી કુનેહથી દિકરાનો જન્મ સફળતાપુર્વક કરેલ. આ પાંચમી પ્રસુતિ એટલે ચાર પુત્રી પછી પુત્રનો જન્મ થતા દંપતીએ ખુશીની લાગણી અનુભવી હતી. હાલમાં માતા અને બાળક ખુબજ તંદુરસ્ત છે.

ડો.અંજના  આયુષ  મેડિકલ  ઓફીસર હોવા છતાં આવા ઉંધા આવતા બાળકની  જોખમી પ્રસુતિ દુગઁમ સ્થળે સફળતાપુર્વક કરાવી મહિલા સશક્તિકરણની પ્રતિતિ કરાવી છે. અને એક ગરીબ આદિવાસી મહિલા અને નવજાત બાળક ની જીંદગી બચાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.