Abtak Media Google News

વિવિધ ૧૩ સ્થળોએ ૬૦ કર્મચારીઓ સાથે ૧૦૮ની ટીમ ચોવીસ કલાક સેવા આપશે

જૂનાગઢ  જિલ્લામા દિવાળીનાં તહેવારને લઇને લોકો દ્વારા ઉત્સાહ ધૂમ તૈયારીઓ  થઈ રહી છે, તો બીજી તરફ સમગ્ર જિલ્લામા ઈમરજન્સીના બનાવ સમયે અવિરત સેવા આપનારી ૧૦૮ ઈમરજન્સી જૂનાગઢની ટીમ ૧૩ જેટલા વિવિધ સ્થળો પર ૬૦ જેટલા સ્ટાફ સાથે  ૨૪ સ ૭ કલાક કાર્યરત રહી લોકોની સેવા કરી શકે તે માટે તૈયારીઓ આદરી છે.

જૂનાગઢ  જિલ્લા ખાતે કુલ ૧૩ જેટલી ૧૦૮ ઈમરજન્સી સેવા કાર્યરત છે, કોરોના મહામારી હોય કે, કોઈપણ જાતની ઇમર્જન્સી આવી પડતી હોય એ સમયે ૧૦૮ ઇમર્જન્સી સેવા ૨૪ કલાક દિવસ રાત લોકોને  સેવા પૂરી પડવા માટે તૈયાર હોય છે, તદુપરાંત દેશમાં ઉજવાતા તહેવારોમા ઈમરજન્સી વધવાના સંકેતો હોય છે, જે બદલ ૧૦૮ ઈમરજન્સી સેવા પહેલેથી જ તહેવારો પ્રમાણેની તૈયારી  કરી ઈમરજન્સી સેવા પૂરી પાડવા ફરજ પર તૈયાર રહે છે.

જુનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવારમાં કોઈપણ જાતની ઈમર્જન્સીને પહોંચી વળવા ૧૦૮ ઇમરજન્સી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તૈયાર રહી દિવાળી, બેસતુ વરસ અને ભાઈબીજના દિવસે દાઝવાના બનાવો, અકસ્માતના બનાવો તથા અન્ય ઈમરજન્સીમા વધારો થતો હોય છે, ત્યારે કેશોદ, વંથલી, બીલખા, વિસાવદર, ભેસાણ, જૂનાગઢમા -૨, સાસણ, માળીયાહાટીના, ચોરવાડ, માંગરોળ તથા માણાવદર સહિત ૧૩ જેટલા સ્થળો પર ૧૦૮ ઈમરજન્સી સેવા ૨૪ સ ૭ ખડેપગે તૈયાર રહેશે.

૧૦૮ ના જિલ્લા અધિકારી વિશ્રુત જોષીના જણાવ્યા અનુસાર ૧૦૮ ઈમરજન્સી દ્વાર ૧૩ એમ્બ્યુલન્સ, એક બેકઅપ એમ્બ્યુલન્સ સાથે ૬૦ જેટલો સ્ટાફ સમયસર એમ્બ્યુલન્સ સર્વિસના પૂર્વ આયોજન સાથે એલર્ટ રાખવામાં આવેલ છે. એમ્બ્યુલન્સમા વપરાતી મેડીસીનનો જથ્થો પર્યાપ્ત માત્રામાંં ઉપલબ્ધ કરીી લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.