Abtak Media Google News

આજથી ૩૧ ઓકટો. સુધીમાં ખેડૂતોએ સહાય માટે ઓનલાઇન અરજી કરી શકાશે

૯૦-સોમનાના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ૧૪ મી વિધાનસભાના ચોમાસા સત્રમાં ખેડૂતો માટે  ધારદાર રજૂઆત કરી છે.

૯૦-સોમના વિસ્તારના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા હરહમેશ માટે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રયત્નશીલ રહે છે, હાલ આપણા વિસ્તારમાં અતિભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂત ભાઈઓ ને ખેતીમાં પારાવાર નુકશાન થયું છે. અને કે મગફળી, કપાસ, સોયાબીન, વિગેરે તમામ પાકો નિષ્ફળ નીવડેલ છે, જેના સંદર્ભે સોમના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને ખેડૂત ભાઈઓ માટે  ગુજરાતની ૧૪ મી વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ન્યાય હિત નથી માગણી કરેલ હતી, અને સત્રમાં પ્રશ્ન પૂછતા જણાવેલ છે, કે સરકાર ખેડૂતો માટે થયેલ નુકશાનનું સર્વે કરવા માગે છે, કેમ? અને ૧૦૦% વળતર ચૂકવવા માગે છે, કેમ? અને બાગાયતી પાકોમાં નારિયેળીમાં સફેદ માખીના કારણે પણ ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડેલ છે, અને વધુમાં ધારાસભ્ય એ જણાવેલ છે, કે આંધ્રપ્રદેશ તા કેરલમાં સરકાર દ્વારા સફેદ માખીનો ઉપદ્રવ બંધ કરવા દવા શોધેલ હતી અને છંટકાવ કરવામાં આવેલ છે, અને માખીનો ઉપદ્રવ સંપૂર્ણ નાશ કરેલ છે, તો ગુજરાત સરકાર પણ દવાનું સંશોધન કરવા માગે છે, કેમ ? આવા ધારદાર પ્રશ્ન પૂછેલ હતો, અને સત્ર માી તમામ કોંગ્રેસના ધારાસભ્યઆએ સદન માથી વોકઆઉટ કરેલ હતો.

જે અન્વયે ૯૦-સોમનાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ધારદાર રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા તમામ ગુજરાતના ખેડૂતો માટે પાક નિષ્ફળ નથી ચુકવણી માટે ૩૩% તેથી વધુ પાક નુકશાની માટે ૧ હેક્ટર ના રૂપિયા ૧૦૦૦૦/ અને વધુમાં વધુ ૨ હેક્ટર ની મર્યાદા માં વળતર આપવાતથા ૩૩% થી ઓછું નુકશાન કે ઓછી જમીન ધરાવતા ખેડૂત હોય તો પણ તેઓને ઓછામાં ઓછા ૫૦૦૦/ રૂપિયા સહાય ચૂકવવા અને જેના ઓનલાઈન ફોર્મ દરેક ગ્રામ પંચયાત તથા ઇ-ધરા કેન્દ્ર ઉપર તારીખ ૧-૧૦-૨૦ ના દિવસ થી તા, ૩૧-૧૦-૨૦ સુધી માં ઓન લાઇન અરજી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેના ઓન લાઇન ફોર્મ  ભરવા માટે ખેડૂત ભાઈઓ એ ગામ નમૂના નંબર ૮/અ, ગામ નમૂના નં,૭/૧૨, તલાટી ના વાવેતર નો દાખલો, ખેડૂત ખાતેદાર નું આધારકાર્ડ, બેન્ક પાસબૂક, મોબાઈલ નંબર, સયુંકત ખાતેદાર હોય તો  ના વાંધા અંગે નું સંમતિ પત્ર,  આ તમામ આધારો લઈ ખેડૂત ખાતેદારે નજીક ના ઈ-ધરા કેન્દ્રમાં સમય મર્યાદામાં ઓન લાઇન અરજી કરવાની રહેશે, તેવું અંત માં જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.