Abtak Media Google News

દેખાવ માટે નાટક થઈ રહ્યું છે: પૂર્વ પ્રમુખ ઝાટકીયાનો ધ્રુજારો

માણાવદરમાં બનતા દરેક રસ્તાનું આયુષ્ય માંડ એક કે બે વર્ષ નું જ હોય છે. ત્યાં સુધીમાં તૂટી જાય છે. ૨૦૧૮માં શહેરમાં રીંગરોડ બનાવ્યો તે રોડ બે જ વર્ષ માં તૂટી છે. આ રોડના કોન્ટ્રાકટરો સામે જવાબદારી ફિક્સ કરવા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા તથા દેવજીભાઇ ઝાટકિયાએ રજૂઆતો કરી હતી પણ હજી સુધી કોઇ પરિણામ આવ્યું નથી.

માણાવદરમાં  ફરી એક વાર જે રસ્તા હયાત છે તેમાં નવા કામ કરવાનું ૧૯,૪૩,૨૦૦ રૂપિયાના કામનું ખાતમુહુર્ત કરાતા લોકો ચકિત થઇ ગયા છે ! હયાત રોડ છે તેનું ખાતમુહુર્ત અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે. માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયાએ આજના ખાતમુહુર્તને એક નાટક ગણાવ્યું છે.અને લોકોને દેખાડવા માટે જ આવું નાટક કરાઇ રહ્યાનું જણાવ્યું છે. પ્રજાના પૈસાનું પાણી કરતી સરકાર હવે બનતા નવા રોડ કેટલા દિવસ ચાલશે તેની ખાતરી આપશે ખરી ? કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ થાય તેવા પગલાં ભરશે ખરી કે આગેથી ચલી આતી હૈ….. જેવું કરશે એવા સવાલો ઝાટકિયાએ ઉઠાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.