Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા લિખિત પુસ્તક કોવીડ -૧૯ માં મનોવૈજ્ઞાનિક દબાણ પુસ્તકનું વિમોચન જિલ્લા કલેકટર રેમ્યા મોહને કર્યું..  મનોવિજ્ઞાન ભવન ના અધ્યક્ષ,  અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એ લોકડાઉન દરમ્યાન લોકોને માનસિક સધિયારો આપવાનું કામ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલની ટીમ સાથે કરેલ. આ સેવા બદલ ભવનના અધ્યક્ષ,  અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું સન્માન જિલ્લા કલેકટર કચેરીએ આયોજન કરેલ. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ,  ડો. ધારા આર. દોશી,  ડિમ્પલ જે. રામાણી અને ડો. હસમુખ ચાવડા દ્વારા લિખિત પુસ્તક કોવીડ -૧૯ દરમ્યાન મનોવૈજ્ઞાનિક દબાણ પર પુસ્તકનું વિમોચન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કરેલ. કલેકટર સાહેબે મનોવિજ્ઞાન ભવનને અલગથી શિલ્ડ આપી સન્માન આપ્યું. સાથે સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ને સન્માનિત કરેલ.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલે પુસ્તક વિમોચન દરમ્યાન જણાવ્યું કે આ ભવને સતત ૯ થી ૯ બાર કલાક કામ લોક ડાઉન દરમ્યાન કરેલ છે સાથે તેમના અનુભવોને આધારે પુસ્તક લખ્યું છે તે કાબિલેદાદ છે.

ભવનના ૧૭ વિદ્યાર્થીઓ નું કલેકટર સાહેબે સન્માન કર્યું તે બદલ મનોવિજ્ઞાન ભવને કલેકટર મેડમ અને ડો. જનકસિંહ ગોહિલનું શિલ્ડ અર્પણ કરીને આભાર પ્રગટ કરેલો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.