Abtak Media Google News

વૈશ્વિક સ્તર પર ખ્યાતિ પામનાર ૨ ટકા વૈજ્ઞાનિકો ગુજરાતી

દિન પ્રતિદિન વિજ્ઞાન ક્ષેત્રે ઘણા આવિષ્કારો થઈ રહ્યા છે. ત્યારે વૈશ્વિક સ્તરે ગુજરાતના વૈજ્ઞાનિકો પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે અને છબીમાં પણ અનેક ગણો વધારો જોવા મળ્યો છે. કોઈ પણ સંશોધન કે શોધ વૈશ્વિક સ્તરે જોવા મળે તેમ ગુજરાતના વૈજ્ઞાનિકોનું મહત્વ અનેરું હોઈ છે. વૈવિધ્ય પૂર્ણ આવિષ્કારો કરનારા વૈજ્ઞાનિકોની રેન્કિંગ ખુબજ અલગ પ્રકારે થતી હોય છે. જે વૈજ્ઞાનિકો સૌથી વધુ માત્રમાં સંશોધન પત્ર રજૂ કર્યા હોય અને તેને પબ્લીશ કર્યા હોય તેવો ની રેન્કિંગમાં પણ સુધારો જોવા મળતો હોય છે.ગૌરવ ની વાત એ છે કે ગુજરાતના વૈજ્ઞાનિકો વૈશ્વિક સ્તરે પોતાની આગવી છબી છોડી છે અને ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે.

નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રીટાયર્ડ પ્રોફેસર શાંતિલાલ ઓસ્વાલ વૈશ્વિક સ્તર પર  ૬૩૪મો રેન્ક ધરાવે છે , જેમાં તેવોએ કેમિકલ શેત્રે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેવો એ થર્મોડાયનામીક ક્ષેત્રે સંશોધન પત્ર રજૂ કરી વિશ્વને નવી શોધ આપી છે. તેમના દ્વારા કરવામાં આવેલા સંશોધનો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

એવીજ રીતે વૈશ્વિક સ્તર પર ૭૯૧ રેન્ક ધરાવતા પ્રોફેસર એન.વી શાસ્ત્રી કે જેવો કેમિકલ એન્જિનિયર છે અને સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં કાર્ય કરે છે તેવોએ થર્મોફઝીકલ, રિએક્ટર ડિઝાઇન અને પ્રોસેસ કંટ્રોલમાં વૈવિધ્ય પૂર્ણ સંશોધન કરી દેશ અને વિશ્વને નવી ઓળખ આપી છે .તેવો સેન્ટર ફોર ઇન્ટરડિસીપ્લીનરી ના સ્થાપક અને ઈન્ચાર્જ તરીકે તેમનું કાર્ય કરી રહ્યા છે . રાષ્ટ્રીય એજન્સી દ્વારા ફન્ડિંગ કારવામાં આવેલા ૧૧ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે.

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે ન્યુક્લિયર અને પાર્ટીકલ ફિઝિક્સ વિષય પર અભિયાશ કરાવતા પ્રોફેસર પંકજ જોશી કે જેવોની રેન્ક અંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ૧૭૭૦ છે તેવોએ ગ્રેવીટસન અને કોસ્મોલોજી ક્ષેત્રે પોતાના વિવિધ સંશોધનો રજુ કર્યા છે . તેવોએ બ્લેકહોલ ફિઝિક્સ ઉપર પણ સંશોધન કરેલું છે. તેવો વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓ ખાતે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવા અર્થે જતા હોય છે, અને તેવોને સાયન્ટિફિક એકેડેમિક ક્ષેત્રે ફેલ્લોશિપ પણ આપવામાં આવી છે. આ તમામ મુદ્દા પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ છે કે વૈશ્વિક ફલક પર ગુજરાતી વૈજ્ઞાનિકો પોતાનું એક અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.