Abtak Media Google News

બેંકોને અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ૨ કરોડ સુધીની લોન લેનારા પાસેથી વસુલાયેલું વ્યાજ પરનું વ્યાજ આપવાનું શરૂ

દેશની તમામ બેંકોએ લોન મોરેટોરિયમ સુવિધાનો ફાયદો ઉઠાવતા લોકો પાસેથી વસૂલાયેલા વ્યાજ પર વ્યાજ પાછુ આપવાનું શરૂ કરી દીધુ છે. કોરોનાકાળમાં હપ્તા ભરનારને બખ્ખા થયા છે. આજથી ખાતામાં ફટાફટ પૈસા જમા કરવાનું શરૂ કર્યું છે. બેંકોને અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ૨ કરોડ સુધીની લોન લેનારા વ્યક્તિગત ઉધારકર્તા અથવા નાના ધંધાર્થીઓને આજથી કૈશબેક મળવાનું શરૂ થઈ જશે. બેંકો તરફથી તેમને રિફંડ આપવામાં આવી રહ્યુ છે, જેમણે લોન મોરેટોરિયમ સુવિધાનો લાભ નહોતો લીધો. કોરોના સંકટને જોતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત અઠવાડીયે દેશની તમમા બેંકો અને નાણાકીય સંસ્થાઓને કહ્યુ હતું કે, ૨ કરોડ રૂપિયા સુધીની લોન લેનારા અને કોરોના સંકટમાં સમયસર લોનના હપ્તા ભરનારા લોકોને કૈશબેક આપવામા આવે. બૈંકોએ ૫ નવેમ્બર ૨૦૨૦થી સ્કીમ લાગૂ કરવાનું કહ્યુ હતું. હકીકતમાં કોરોના સંકટની વચ્ચે આરબીઆઈએ માર્ચ ૨૦૨૦માં દેણદારોને હંગામી ધોરણે લોન અથવા ક્રેડિટ કાર્ડ બાકીના માસિક હપ્તા ૩ મહિના સુધી નહીં આપવાની છૂટ આપી હતી. ત્યાર બાદ આ સમયગાળો ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી લંબાવી દીધો હતો.

૮ પ્રકારની લોનમાં વ્યાજ કેશબેક અપાશે

વ્યાજ માફી યોજના અંતર્ગત ૮ કેટેગરીમાં ૨ કરોડ રૂપિયા સુધીની લોન સામેલ છે. જેમાં એમએસએમઈ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ લોન, ક્રેડિટ કાર્ડ બાકી, ઓટો લોન, પર્સનલ લોન અને કંઝમ્પશન લોન સામેલ છે. આમા ખેતી સાથે જોડાયેલી અન્ય લોનને સામેલ કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.