Abtak Media Google News

રાજકોટના પૂર્વ એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યા સહિત 16 જેટલા અધિકારીઓ ને આઈએએસ કેડરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ભારતીય વહીવટી સેવા (ભરતી) નિયમો, 1954 ના નિયમ 8(1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગમાં ભારતીય વહીવટી સેવા (બઢતી દ્વારા નિમણૂક) ના નિયમન 9(1) સાથે, રેગ્યુલેશન્સ, 1955 અને ભારતીય વહીવટી સેવા (પ્રોબેશન) નિયમ 3 1954,. રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને ભારત સરકાર દ્વારા આ નિયમોના નિયમન 5(1) હેઠળ નિર્ધારિત ખાલી જગ્યાઓ સામે ગુજરાતની રાજ્ય સિવિલ સર્વિસના અધિકારીઓની ભારતીય વહીવટી સેવામાં નિમણૂક કરવામાં આવી છે.

4 વર્ષમાં 50 જેટલા જીએએસ અધિકારીઓને મળ્યા આઈએએસના પ્રમોશન : નવા આઈએએસ નિયુક્ત થયેલા 16 અધિકારીઓ 2020ની બેચના ગણાશે 

જેમાં જે.પી.દેવાંગન, એસ.ડી.ધાનાણી, ડી.એમ.સોલંકી, પી.એન.મકવાણા, એ.જે.અસારી, બી.કે.વસાવા, કે.એસ.વસાવા, સી.બી.બલાત,બી.બી.વાહોનીયા, આર.આર.ડામોર, એસ.પી.ભગોરા, એલ.એમ. ડીંડોડ, બી.ડી.નિનામા, એન.વી.ઉપાધ્યાય, એ.આર.શાહ, અને પી.બી. પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સીસ એન્ડ પેન્શન્સે ગુજરાત સ્ટેટ સર્વિસ- GAS કેડરના 16 સિનિયર ઓફિસરોને આઈએએસ તરીકે પ્રમોટ કર્યા છે. શુક્રવારે સાંજે દિલ્હીથી 16 ઓફિસરોને આઈએએસ માટે વર્ષ 2020ની બેંચમાં સિલેક્ટ લિસ્ટમાં ઉમેરવા સાથે નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યું હતું. આ સાથે જ વાઈબ્રન્ટ સમિટ-2022 પછી ગુજરાતમાં જિલ્લા સ્તરે ડીડીઓ થી કલેક્ટરેટમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવનાર હોવાનું મનાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતની સ્ટેટ કેડરોમાંથી ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ-આઈએએસ તરીકે પ્રમોશનની ગતિ વધી છે. વર્ષ 2017માં 10, 2018માં 12 અને છેલ્લે 2019માં 12 પછી સૌથી વધુ વર્ષ 2020 માટે 16 એમ ચાર જ વર્ષમાં સ્ટેટ કેડરમાંથી 50 ઓફિસરોને આઈએએસ તરીકે પ્રમોશન મળ્યા છે. ગત વર્ષે કોરોના વચ્ચે વર્ષ 2019માં કુલ 11 સિનિયરોને પ્રમોટ કરવામાં આવ્યા હતા.

પ્રમોશન મેળવનાર 16 જીએએસ

પરિમલ પંડયા, રેસિ. એડિશનલ કલેક્ટર, અમદાવાદ
જયશ્રી દેવાંગન, એડી. ડાયરેક્ટર, સર્વ શિક્ષા અભિયાન
એસ.ડી.ધાનાની,DRDA- પોરબંદર
ડી.એમ. સોલંકી, એડી. કમિશનર- જીઓલોજી માઈનિંગ
પ્રકાશ મકવાણા, ડેપ્યુટી સેક્રેટરી, મહેસૂલ વિભાગ
અશોક. જે.અસારી, એડિશનલ કલેક્ટર
ભરત કે. વસાવા, પ્રો. ઓફિસર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન
કે.એસ.વાસવા, રેસિ. એડિશનલ કલેક્ટર, છોટાઉદેપુર
સી.બી. બલાત, DRDA, દાહોદ
બી.બી.વહોનિયા, રેસિ. એડિશનલ કલેક્ટર, તાપી
આર.આર.ડામોર, એડી. કલેક્ટર, રિજીયોનલ મ્યુ. કમિ.
એસ.પી. ભગોરા, પ્રો.ઓફિસર ટ્રાયબલ એરિયા સબ પ્લાન
એલ.એમ.ડિડોંડ,DRDA, નર્મદા
બી.ડી.નિનામા, પ્રો.ઓફિસર ટ્રાયબલ એરિયા સબ પ્લાન
એન.વી. ઉપાધ્યાય, ડે.મ્યુ. કમિશનર, સુરત
એ.આર.શાહ, જોઈન્ટ સેક્રેટરી, GPSC

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.