Abtak Media Google News

કોરોના હજુ ગયો નથી, સાવચેતીમાં જ સલામતી

રાજકોટ મહાનગર પાલિકા કમિશનર ઉદિત અગ્રવાલે અબતક મડિયા સાથે ખાસ મુલાકાત કરી રાજકોટના વિકાસ તેમજ કોરોનાની પરિસ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતાં. ઉદિત અગ્રવાલે અબતક ચેનલ ના તમામ શ્રોતાઓ ને દિવાળીની શુભકામના પાઠવી હતી તેમજ આવનારું વર્ષ તમામ માટે મંગલકારી નીવડે તેઓએ પ્રાર્થના કરી હતી. દિવાળી તમામ માટે ખૂબ જ મહત્વનો તહેવાર હોય છે તેમાં પણ કોરોનાની મહામારી ચાલી રહી છે લોકોને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. નવા વર્ષમાં લોકો એકબીજાને મળે ત્યારે નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવતા હોય છે ત્યારે લોકોએ આ વર્ષે ચરણ સ્પર્શ કરવાનું એકબીજાને ગળે મળવાનું અને હાથ મિલાવવાનું ટાળવું જોઈએ. કોરોનાની મહામારી ધીમે ધીમે ઓછી થતી જાય છે પરંતુ સાવચેતી ખૂબ જ જરૂરી છે .મહેમાનોનું કોલ્ડ્રિંક્સ  ને બદલે હળદર વાળા દૂધ થી સ્વાગત કરવું જોઈએ કારણ કે હ્યુમીનીટી સિસ્ટમ આ દિવસોમાં ખૂબ જ મહત્વની છે. જો લોકો ખ્યાલ નહીં રાખે તો કોરોના થવાની પૂરેપૂરી શક્યતા છે . ૬૦ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ હોય આ તહેવારમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ કોરોના ને કારણે જે કોઈ પણ લોકોના મોત થાય છે તે મોટેભાગે ૬૦ વર્ષથી મોટી ઉંમરના હોય છે અને તેઓને કિડની ડાયાબિટિસ અને હૃદયની બીમારીઓ પણ હોય છે માટે પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તહેવારની ઉજવણી માત્ર ઘરમાં જ કરવી જોઈએ.રાજકોટ આગામી દિવસોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે નવા ઓવર તેમજ અન્ડર બ્રિજના કામ પણ ટુક સમયમાં શરૂ કરવાથી શહેરીજનોને મોટી રાહત થશે.

ગુજરાતનું પ્રથમ કનટેન્મેન્ટ ઝોન રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું

ગુજરાતનો જ્યારે પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ખૂબ જ એલર્ટ બની તમામ જરૂરી પગલાં લીધા હતા. તમામ ફોરેનથી આવેલા લોકોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી તો અમારી પાસે હતી પરંતુ આ વ્યક્તિ મુંબઈ થી ટ્રેન દ્વારા રાજકોટ આવેલા હતા. ગુજરાતનું પ્રથમ ક્ધટેન્મેન્ટ ઝોન રાજકોટ માં બનાવવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગવર્મેન્ટ ફેસીલીટી ત્યાં તમામ ઉપલબ્ધ કરવામાં આવી તેમજ તમામ વિસ્તાર વાસીઓને જરૂરી તમામ  સુચનો કરવામાં આવ્યા. સૌ પ્રથમ કેસ મળ્યા બાદ ૧૭ લોકોને ગવર્મેન્ટ સ્વીફ્ટ કરવામાં આવ્યા તમામના ટેસ્ટ કરવામાં આવ્યા અને સદ્નસીબે અન્ય કોઈ લોકો કોરોના પોઝિટિવ આવ્યા નહીં. શરૂઆતથી જ ૨૦ લોકોને ટીમ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી અને જે લોકો કોરોના પોઝિટિવ સામે આવતા હતા તેમના તમામ કોન્ટેક્ટ કરીને ગ્રાઉન્ડ લેવલ માઈક્રો પ્લાનિંગ કરીને તમામ કર્મીઓએ ખૂબ જ સારી કામગીરી કરી હતી. ગુજરાત નો પ્રથમ કેસ નદી નામનો વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજી જીઆઇડીસીમાં તે જ્યાં કામ કરતો હતો ત્યાં ૧૩ હજાર લોકોને તપાસવામાં આવ્યા કે તેમને કોઈને લક્ષણો છે કે નહીં. શરૂઆતથી જ જંગલેશ્વરમાં થી અન્ય કોઈ સોસાયટી કે રાજકોટ શહેર માં તંત્ર એ કોરોનાને પ્રસરવા નથી દીધો તે સૌથી મોટી સફળતા હતી.

રાજકોટના તમામ એન્ટ્રી ગેટ તેમજ રેલ્વે સ્ટેશન એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરી તંત્રની ઉત્તમ કામગીરી રહી

કોરોના દર અઠવાડિયે કંઈક નવું રૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા ડીઆરએમ સાથે સંપર્કમાં રહી ટ્રેનો શરૂ થઈ ત્યારે રેલવે સ્ટેશન પર જ યાત્રિકોનું ટેસ્ટિંગ શરુ કર્યું હતું. રાજકોટમાં કુલ નવ એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટિંગ બુથ તૈયાર કરી શહેરમાં પ્રવેશતા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.

ટેસ્ટ ઇઝ બેસ્ટ લોકો ગભરાઈ નહીં, કોરોના ટેસ્ટ જરૂર કરાવો

કોરોનાની આ મહામારીમાં લોકો કોરોના નો ટેસ્ટ જરૂરથી કરાવે ઘણા લોકો હજુ પણ કોરોના ટેસ્ટ કરાવતા ડરે છે .રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ પોતે કોરોના ટેસ્ટ કરાવતા હોય તેવો વિડિયો લોકો સમક્ષ રજૂ કર્યો હતો અને લોકોને પણ ડર્યા વિના કોરોના ટેસ્ટ કરવા આહ્વાન કર્યું હતું. ધનવંતરી રથ અને કોવિડ રથ જ્યારે રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં શરૂ થયા કોરોના ટેસ્ટિંગ ની સંખ્યા વધી ત્યારે શરૂઆતમાં ઘણા લોકો અમને સહકાર આપતા ન હતા લોકો ટેસ્ટ થી દુર રહેતા હતા અને ખ્યાલ આવે ત્યારે ઘરેથી પણ દૂર ચાલ્યા જતા હતા. લોકોને કોરોના વિષે ઘણી ગેરસમજ હતી મહાનગર પાલિકા તંત્ર અથાગ પ્રયત્ન કરી લોકોની ગેરસમજ પણ દૂર કરી.રાજકોટ શહેરમાં ૫૦ જેટલા ધનવંતરી રથો આપણે શરૂ કર્યા અને એ લોકો અત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે . મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની ધન્વંતરી રથની પહેલને પગલે ખૂબ જ ફાયદો થયો છે.

છેલ્લા દસ દિવસથી કોરોના કેસમાં વધારો થયો છે લોકો સાવચેત રહે

રાજકોટ મહાનગર પાલિકા કમિશનર ઉદીત અગ્રવાલે શહેરીજનોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી કોરોના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે તહેવારનો માહોલ છે લોકોને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે ભીડભાડવાળી જગ્યાએ જવાનું લોકો ટાળે જ જોઈએ બજારોમાં મોડે સુધી ખુલ્લી રહેવાની જ છે તો તમારી અનુકૂળતા એ દરેક જગ્યાએ જશો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૯૦ જેટલા સ્પીકર્સ કોરોના અવેરનેસ માટે રાજકોટમાં ફરી રહ્યા છે. માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે પરંતુ ઘણા લોકો હજુ પણ આ ગંભીર બીમારીને સમજના નથી માટે પોલીસને સાથે રાખી માત્ર દંડ પણ કરવામાં આવી રહ્યા છે. બહારથી ઘરે આવો ત્યારે સાબુથી ૩૦ સેક્ધડ સુધી હાથ ધોવાનું ફરજિયાત રાખો તેમજ બહાર જાઓ ત્યારે કોઈપણ ચીજ વસ્તુઓની પડી ને હાથ જરૂરથી સેનીટાઇઝ કરજો.

આગામી બે મહિનામાં આમ્રપાલી બ્રિજનું કામ પૂર્ણ થશે અને નવા વિવિધ બ્રિજનું કામ શરૂ થશે

સમગ્ર વિશ્વમાં ઝડપથી વિકસિત થતાં શહેરોમાં ટોચના ૧૦ શહેરોમાં રાજકોટનો સમાવેશ થયો છે. રાજકોટના શહેરીજનો તેમજ અન્ય રાજ્યના લોકો જે રાજકોટમાં આવીને વસવાટ કરી રહ્યા છે તે રાજકોટને ખૂબ જ સપોર્ટ કરી આગળ વધારવામાં સાથ આપી રહ્યા છે. બધા રહેવાસીઓ રાજકોટને પોતાનું રાજકોટ સમજીને વિકાસમાં સાથ આપી રહ્યા છે. રાજકોટની જનસંખ્યા સંખ્યા વધી રહી છે, રાજકોટ નો વિસ્તાર વધી રહ્યો છે ,રાજકોટ નો ટ્રાફિક પણ વધી રહ્યો છે, લોકો પાસે વાહનો પણ વધી રહ્યા છે. રાજકોટ હોસ્પિટલ ચોક એક મધ્યબિંદુ ચોક છે તો ત્યાં પણ એક ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યોો છે. જેમાં એક આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ બની રહ્યો છે તેનું કામ પણ કામ ચાલી રહ્યું છે. શહેરના પશ્ચિમ બાજુ ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે માટે કેવી ફ્લાય ઓવર બ્રીજનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે. જડુંસ સર્કલ, રામાપીર ચોકડી અનેે નાના મોવા સર્કલ પાસે પણ બ્રિજ બનાવવાનું કામ શરૂૂૂ કરી દેવામાં આવશે. આત્મા બ્રીજ માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે કોઈ એક સારી એજન્સી મળે કામ શરૂૂ કરી દેવામાં આવશે. ઇન્ફાફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રાજકોટ ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે આ બ્રિજ એક મહત્વનો ભાગ બની રહેશે.

રાજકોટમાં તાજેતરમાં સમાવેશ થયેલ ૫ ગામોમાં દરેક ઘરમાં નળ કનેક્શન કોર્પોરેશન આપશે, એક્શન પ્લાન તૈયાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી તમામ પ્રાથમિક સુવિધાઓ તમામ ગામોમાં ઉપલબ્ધ થશે જ. દરેક ઘરમાં નળ કનેક્શન આપવાનો પ્રયાસ રહેશે. તમામ ગામોમાં ડ્રેનેજ તેમજ રસ્તાઓ ની સુવિધા આપવામાં આવશે તેનું પ્લાનિંગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ ચૂક્યું છે. સૌથી પહેલું પ્રાધાન્ય સ્ટ્રીટ લાઇટને આપવામાં આવશે બાદમાં તમામ ગામોમાં રોડ-રસ્તા કરી આપવામાં આવશે. પીવાના પાણી અને ગટરની સુવિધા પણ પૂરતી ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

નીચાણવાળા વિસ્તારોમાં ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. શહેરના પોપટપરા વિસ્તાર, લક્ષ્મીનગર વિસ્તાર, જંગલેશ્વર વિસ્તાર ,લલુડી વોકડી વિસ્તાર આસપાસ વોકળા આવેલા છે એ વોકળા માંથી પાણી જલ્દીથી કઈ રીતે પસાર થાય તેના માટે કોર્પોરેશને એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં જે વિસ્તારમાં ભારે વરસાદ પગલે ૧૦ કલાક પાણી ભરાઈ રહેતું તે વિસ્તારમાં હવે ૩ થી ૪ કલાકમાં પાણી ઉતરી જાય છે. ભવિષ્ય માં વોકળામાં સતત પાણી વહેતુ રહે અને એક પણ જગ્યા એ પાણી રોકાઈ નહીં તે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.ભવિષ્ય માં આવાસ પણ બનાવવામાં આવશે જેમાં નીચાણવાળા વિસ્તારના લોકોને ત્યાં ખસેડવામાં આવશે.

લોકો દબાણ કરીને બેઠા છે, દબાણ હટાવવાની સાથે જ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ થશે

આજી રિવરફ્રન્ટ હોલેસ્ટિક પ્રોજેકટ છે. નદીનું પાણી પ્રદૂષિત ન થાય તે માટે થઈને એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે નદીની આસપાસ બંને બાજુ પૂર્વ અને પશ્ચિમ જગ્યાએ ગટરનું પાણી નીકળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યારે મોટા ભાગનું દબાણ લોકો કરીને બેઠા છે ત્યાં લોકોએ પોતાના ઘર બાંધ્યા છે તે દબાણ હશે પછી આગળની કાર્યવાહી થશે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ચાલી રહ્યું છે એમનું જ્યારે ક્લિયરન્સ મળશે એ પછી અમે આગળ નું કામ શરૂ કરીશું. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ તીવ્ર ઈચ્છા છે કે રાજકોટની એક સારું રિવરફ્રન્ટ મળે. થોડા જ સમયમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કરીને વિકાસ કાર્ય શરૂ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

રાજકોટમાં મૂળભૂત સુવિધાઓ વર્લ્ડ ક્લાસ બને તે મારું સ્વપ્ન: ઉદિત અગ્રવાલ

અટલ સરોવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાનો આ એક અદભુત પ્રોજેક્ટ છે. અટલ સરોવર પ્રોજેક્ટ પૂર્ણ થતાં રાજકોટને બહુ મોટી ભેટ મળશે. રાજકોટમાં મૂળભૂત સુવિધાઓ વર્લ્ડ ક્લાસ બને તે ઉદિત અગ્રવાલ નું એક સ્વપ્ન છે. માત્ર કોંક્રીટ અને ઇન્ફાસ્ટ્રકચર જ નહી, સોફ્ટ સ્કિલ પણ સારી થાય તે તેમનો પ્રયાસ રહેશે. લોકોનો સર્વાંગી વિકાસ થાય સોશિયલ ડેવલપમેન્ટ થાય તે મારો પ્રયત્ન રહેશે એક કલ્ચરલ સેન્ટર તરીકે રાજકોટ ની ઓળખ ઊભી થાય તે પણ એક સ્વપ્ન છે. માત્ર ઇન્ફાસ્ટ્રકચર જ નહીં પરંતુ લોકો કેવું જીવન જીવે છે તે પણ એક મહત્વનું છે આ પણ એક શહેરની નવી ઓળખ હોવી જોઈએ આમ પણ રાજકોટની જનતા રંગીલી જનતા છે અને મોજીલી પણ છે. વિશ્વમાં ગ્રીનસીટી તરીકે રાજકોટ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે એ ગર્વની વાત છે. કોઈપણ ઇન્ફાસ્ટ્રકચર થાય કે કોઈપણ આવાસ અમે તૈયાર કરીએ તો સોલાર પેનલ અને ફરજિયાત તેમાં રાખીએ છીએ ગ્રીનસીટી તરીકે જે રીતે રાજકોટ કૂચ કરી રહ્યું છે એ એક ઉદાહરણરૂપ બની રહેશે.

તમામ બસો થઇ બસમાં ક્ન્વર્ટ થશે

રાજકોટ કોર્પોરેશન હસ્તકની તમામ બસો થઈ બસ માં ક્ન્વર્ટ થશે. અત્યારે ૫૦ અને બાદમાં ૧૦૦ થઇ બસ રાજકોટ માં આવશે. બીઆરટીએસ હોય કે સીટી બસ તમામ બસો થોડાજ સમયમાં ની બસ થઇ બસમાં ક્ન્વર્ટ થઇ જશે. સાયકલ ફોર ચેન્જને પણ લોકો અપનાવી રહ્યા છે જો ખરેખર લોકો સાયકલને અપનાવે તો ટ્રાફિક સમસ્યામાં પણ ઘણો ફાયદો થશે નજીકમાં જવું હોય ત્યારે તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.