Abtak Media Google News

લક્ષ્મી વિલાસ બેંકનું સિંગાપોરની ડેવલપમેન્ટ બેંક સાથેનું મર્જર ખાતેદારો અને શેરધારકો માટે ‘અચ્છે દિન’ આમંત્રે તેવા એંધાણ

૧૬ ડિસેમ્બર પછી વ્યાજદર અને આઇએફએસસી સહિતના નિયમો બદલતાં ગ્રાહકો માટે ઘરખમ ફેરફારો થશે

૯૪ વર્ષ જૂની ભારતની લક્ષ્મી વિલાસ બેંક પર મોરેટોરિયમ પિરયડ લાગતા તેની કારોબારી પ્રવૃતિઓ અંકુશ હેઠળ આવી ગઇ છે. જો કે હવે, આ બેંકનું મર્જર સિંગાપોરની ડેવલપમેન્ટ બેંક સાથે થવાનું છે. પરંતુ શું ડીબીએસ સાથેનું આ મર્જર ખાતેદારોને ‘લક્ષ્મી વિલાસ’ કરાવી શકશે?? આ બાબતને લઇ ખાતેદારો અને શેર હોલ્ડરો મૂંઝવણમાં મુકાયા છે.

ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર-ડીબીએસનું લક્ષ્મી વિલાસ બેંક સાથેના મર્જર બાદ એટલે કે ૧૬ ડિસેમ્બર પછી શું થશે? ખાતેદારોને માટે ‘લક્ષ્મી વિલાસ’ થશે કે કેમ? મર્જર લાભદાયી નીવડશે કે નહિ? તેવા પ્રશ્ર્નો ચર્ચાનો મુદો બન્યાં છે. જો કે, ડીબીએસની કારોબારી પ્રવૃતિ અને તેની વેલ્યુએશનને લઇ શકયતા છે કે, ખાતેદારો માટે ‘અચ્છે દિન’ જ નીવડશે.

Laskshmi

ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી વિલાસ બેંક છેલ્લા બે વર્ષથી સતત નુકસાનીમાં ખાબકતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોરટોરિયમ પિરયડ લાગુ કર્યો હતો જે ૧૬ ડિસેમ્બર સુધી ચાલશે. બેંકના કારોબારમાં તરલતા લાવવા આ નિર્ણય લેવાયો છે. જો કે, આ સમયગાળો પૂર્ણ થયાં બાદ શું થશે? તે અંગે ખાતેદારો અને શેરધારકો વિચારમાં મૂકાયા છે. ડીલીએસ અને લક્ષ્મી વિલાસ બેંકના જોડાણ બાદ ઘરખમ ફેરફારો થશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ખાતેદારોએ નવા માળખાં મુજબ ખાતાઓ રીએલ્પન કરવા પડશે. જોડાણ બાદ ડીપોઝીટ, લોન સહિતના વ્યાજદરોમાં ફેરફારો થશે. બેંકનો આઇએફએસસી કોડ બદલી જશે જેને લઇ ખાતેદારોએ ફરજીયાત ફેરફારો કરવા પડશે.

અત્યારે જે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમાકૃત છે તેની પર ૧૬ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકાયો છે જે મર્જર બાદ હટી જશે અને ખાતેદારોને પુન: લાભ મળતો થઇ જશે. આ ઉપરાંત, હાલના સમયમાં ખાતેદારો જે ઓટો ડેબિટ-કોડિટ સિસ્ટમનો ઉપયોગ કરે છે તે ૨૫,૦૦૦ની રકમની મર્યાદાના કારણે મોકૂફ રાખવી પડશે અથવા ૧૬ ડિસેમ્બર સુધી બંધ કરાવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.