Abtak Media Google News

‘રાષ્ટ્રીય પ્રેસ ડે’ અંતર્ગત ગાંધીનગર ખાતે કોરોના કાળમાં મીડીયાની ભૂમિકા અને તેની અસરો વિશે યોજાયો વેબિનાર

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટના સંયુક્ત ઉપક્રમે  ‘રાષ્ટ્રીય પ્રેસ ડે’ અંતર્ગત “કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો વિષય પર ગગુલ મીટના માધ્યમથી વેબિનાર યોજાયો હતો.  મુખ્ય વક્તા તરીકે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, ખ્યાતિ પ્રાપ્ત લેખક અને જાણીતા કોલમિસ્ટ ભવેન કચ્છીએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો વિષય ઉપર જણાવ્યું હતું કે,પ્રિન્ટ મીડિયા હોય કે સરકારી મિડિયા(માહિતી ખાતુ) બંનેની કામગીરી નાગરિકોને સાચી માહિતી પહોંચાડવાની અને નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવાની છે. હાલમાં સોશિયલ મીડિયામાં અનેક વાર ફેલાતી અફવા અને ખોટી માહિતીને પણ અટકાવવામાં આપણી સવિશેષ ભૂમિકા છે.

ભવેન કચ્છીએ કહ્યું હતું કે, સૈકા બાદ કોરોના જેવી મહામારીમાં વિશ્વ ઝડપાયું છે. ત્યારે આ મહામારી સામે ઝઝૂમવા, તેમાંથી  ઉગરવા અને આગળ વધવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શ્રેષ્ઠ કોમ્યુનિકેશન (પ્રચાર પ્રસાર)ની કળા દ્વારા લોકોને કોરોનાની મહામારી સામે જાગૃત કરી પ્રજાને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડયું હતું. વડાપ્રધાનની જેમ જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુચારૂ અને આયોજનબધ્ધ રીતે કોરોનાની મહામારીને કાબુમાં રાખવાના પ્રયાસો કરી ગુજરાતને વિકાસપંથ ઉપર આગળ લઇ જવાના ઉમદા પ્રયાસો કર્યા છે. ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવ અને અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદીએ વેબિનારમાં ઉપસ્થિત તમામને “વિશ્વ પ્રેસ ડેની શુભકામના પાઠવી અકાદમીની કામગીરીની આછેરી ઝલક આપી કહ્યું હતું કે, કોરોનાની મહામારીથી બચવા માટે મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે. મીડિયા અને માહિતીખા તાના કર્મયોગીઓ દ્વારા વારંવાર લોકોને હેમર (વારંવાર) ટેકનીકથી સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, કોરોના ટેસ્ટ વગેરે વિશે સતતને સતત જાગૃત કરવામાં આવી રહયા છે. સાથે સાથ આપણે મીડિયા કર્મીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છીએ. આ માટે આપણી અંદર જવાબદારી, જાગૃતતા, જાણકારી, જિજ્ઞાસા, જહેમત-મહેનત અને ઝનૂન હોવુ અનિવાર્ય છે. તો જ આપણે સાચા અને હકારાત્મક વિચારો લોકો સુધી પહોચાડી શકીશું અને લોકોને પ્રેરિત કરી શકીશું. આ પ્રસંગે એસ. એમ. બુંબડીયા, સંયુક્ત માહિતી નિયામક – રાજકોટએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વેબિનારનું સંચાલન નાયબ માહિતી નિયામક નિરાલા જોષીએ કર્યું હતું. સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા અને રી નરેશભાઇ મહેતાએ વેબિનારનું સંકલન કર્યું હતું. આભાર વિધિ સિનિયર સબ એડિટર પારૂલબેન આડેસરાએ કરી હતી. આ વેબીનારમાં રાજકોટ રીજિયન-જિલ્લાના પત્રકારો, માહિતી પરિવારના કર્મયોગીઓ તથા અનેક લોકો ઓનલાઇન જોડાઇને રસપ્રદ માહિતીથી લાભાન્વિત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.