Abtak Media Google News

મેષ

001 1

આ સપ્તાહ દરમ્યાન સગાં સંબંધીઓ સાથેના વણસેલાં સંબંધોમાં સુમેળ સધાવાના સંયોગો.  નવા ટુ-ફોર વ્હીલર જેવાં ફેમીલી વાહનોની ખરીદીનાં સંયોગો.પિતની પ્રકૃતિ વાળા જાતકોએ વિશેષ કાળજી રાખવી.  રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક નીવડશે.  નાના ઔદ્યોગિક એકમ તેમજ   જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ થોડુ પ્રતિકુળ નીવડશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ૨ ત્થા ૪ ડિસેમ્બરનાં દિવસો  સામાન્ય રહેશે.

વૃષભ

002 1

આ સપ્તાહ દરમ્યાન ઉદ્યોગ વ્યાપારના મોટા એકમનાં જાતકો માટે  મધ્યમ સાથે હળવું લાભકારક નીવડશે.  ફેશન, ફેબ્રીક અને કોસ્મેટીકનાં ઓદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાંના સંયોગો. અન્ય ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સાથે ફરવાં જવાંના તથા ધાર્મિક યાત્રા કરવાનાં સંયોગો.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧ ત્થા ૪ ડિસેમ્બરનાં દિવસો જ સામાન્ય રહેશે

મિથુન

003 1

ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તેમજ  ખાનગી બેંકીંગ એજન્સીઝ કે એકમો સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ  નીવડશે.   ખાનગી શૈક્ષણિક એકમ તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.   નાના નાના ઔદ્યોગિક એકમ તથા મધ્યમ કદનાં વ્યાપાર- વાણિજયક એકમોના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડ્શે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે.  કુટુંબમાં સામાન્ય બાબતને લઈને હળવો કંકાસ થવાની સંભાવના. મૈત્રી તથા બહારી સંબંધોમાં સાચવવું,  મહિલા કર્મચારી/કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ લાભાદાયક સપ્તાહ જણાશે.  ૩૦ નવેમ્બર તથા ૩ ડિસેમ્બરના દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

પ્રવાહી પેય તથા રસાયણિક દ્રવ્યોના ઉત્પાદક તેમજ આયુર્વેદીક ફાર્મસીનાં જાતકો તથા  જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે આ સપ્તાહ  ખુબ જ લાભકારક નીવડશે.   અન્ય મોટા ઔદ્યોગિક એકમના જાતકો ત્થા નાના મોટા તમામ વ્યાપાર -વણિજનાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સર્વિસ તથા કંસ્લ્ટીંગ બિઝનેશના જાતકો માટે આ  સપ્તાહ અતિ ઉતમ રહેશે. ખાનગી કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. મહિલા કર્મીઓ, કર્મચારીઓ,  નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  પ્રથમ ડિસેમ્બર  જ સામાન્ય રહેશે.

સિંહ

005 1

આ સપ્તાહ  દરમ્યાન ધંધા વ્યવસાયનાં કામકાજ અર્થે ઘણી દોડધામ રહેશે, સાથોસાથ બહારના રાજયમાં પ્રવાસ થાય તેવાં સંયોગો. રાજકીય વ્યક્તિઓ તથા વહીવટી તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. શકય કાળજી રાખવી. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે તેમજ લાભ કે તક મળવાનાં સંયોગો. નાનાં નાનાં ઔધોગિક એકમનાં જાતકો ત્થા તમામ પ્રકારના વ્યાપારી વર્ગના જાતકો માટે  આ સપ્તાહ  સાનુકુળ રહેશે.   ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. નિવૃતો તથા મહિલા કર્મીઓ, કર્મચારીઓ, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયી જણાશે.  ૩ ડિસેમ્બરનો દિવસ સાધારણ  નીવડશે.

કન્યા

006 1

કુટિર ઉદ્યોગ, તથા નાનાં  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  ધંધા ઉદ્યોગમાં વક્ર બુદ્ધિ સંબંધિત કોઈ ને  કોઈ વિધ્ન આવવાની સંયોગો.   સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. આ સિવાયનાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  રેવન્યુ વિભાગનાં કર્મચારીઓ, તલાટીઓ તથા ખાનગી એકમનાં કર્મચારીઓ તેમજ  સરકારી કર્મચારીઓ માટે  આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે  ૩૦  નવેમ્બર – ૩ ડિસેમ્બરનાં દિવસો અતિ સામાન્ય રહેશે

તુલા

007 1

કલા તથા કારીગરી ક્ષેત્રનાં તમામે તમામ જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભકારક નીવડવાંના સંયોગો.  સૌંદર્ય પ્રસાધન તથા તેને સંબંધિત તમામ ઓદ્યોગિક તથા વ્યાપારી એકમોનાં જાતકો માટે આ સપ્તાહ તેજીલું અને ફાયદાકારક  જોવા મળશે.  અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે.  રીટેઈલર્સ માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ આ સપ્તાહ પણ  લાભદાયી જ  રહેશે. પરિવારમાં સુમેળતા યથાવત. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૩ ડિસેમ્બરનો દિવસ જ મધ્યમ જણાશે.

વૃશ્ચિક  

008 1

ફળફળાદી તથા લીલાં કે ફ્રોઝન શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો તથા ડેરી ઉદ્યોગ સંબંધિત કૃષિ -ધંધા વ્યવસાયનાં જાતકો માટે  આ સપ્તાહ ખુબ  લાભદાયક નીવડશે. પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે  અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદાનાં સંયોગો, મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે.   સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧ ડિસેમ્બર  સાધારણ જણાશે.

ધન

009 1

અલિપ્ત ભાવે આ સપ્તાહ લેખાજોખા સાથે આત્મઅન્વેષણ પણ કરાવશે. તથા સાથો સાથો સમ્યક સમજનો પણ પ્રારંભ થશે.તેની સાથે લાભ પણ કરાવશે.  ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સર્વિસ બિઝનેસનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. બેરોજગારો માટે નોકરીના શુભાવસરો. સરકારી કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે સાથે બદલીનાં સંયોગો.  પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ કરવાંનાં સંયોગો. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.   ૪ ડિસેમ્બરનો દિવસ જ  અર્ધ સાધારણ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

અવૈધ સંબંધો તથા આવેગ અને ઉતાવળ પર કાબુ રાખવો. અન્યથા, નૂકશાન થવાંનાં સંયોગો. શેર બજાર તથા સટ્ટા બજારનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ તથા ભાગદોડ વાળુ રહેશે.  ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો  મળવાંની પણ સંભાવનાઓ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે, સાથોસાથો પ્રમોશન મળવાંનાં પણ સંયોગો છે. સગાં, કુટુંબીઓ  સાથે સુમેળ સધાશે, તેમજ સાથ સહકાર પણ મળશે.  છાત્રો, મહિલા કર્મચારી/ કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ  હળવું લાભદાયક  નીવડશે. ૩, ૪, તથા ૫  ડિસેમ્બર સાધારણ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

ઍડર્વટાઈઝ એજંસીઝનાં જાતકો તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ નીવડશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ તથા સંત મહંતો એ આરોગ્ય પ્રતિ વિશેષ કાળજી રાખવી. ખાદ્ય તેલ સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે પણ લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે મધ્યમ સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  હળવું હળવું ફાયદાકારક નીવડશે.   ૨ તથા ૫ ડિસેમ્બ૨ સાધારણ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

આ સપ્તાહ પણ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ ભાગદોડ વાળુ નીવડશે. દ્વાદેશ કે ઊચ્ચસ્થ શુક્ર વાળા જાતકો આ સપ્તાહે બહારી સંબંધોથી સાચવવું.તમામ પ્રકારની સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે  સંલગ્ન શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૨૯ નવે. તથા ૫  ડિસેમ્બર મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.