Abtak Media Google News

રાજકોટની દુર્ઘટનાને પગલે સરકારી-ખાનગી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય, પીજીવીસીએલની ટીમોનું ચેકિંગ

આયુર્વેદ હોસ્પિટલ સહિત બેમાં ફાયરના બાટલા ઉપલબ્ધ કરાવાયા અબતક

રાજકોટની હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને પગલે શહેરની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં વિવિધ તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે સરકારી હોસ્પિટલોનાં ફાયર સિસ્ટમ જ હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટની કોવિડ હોસ્પિટલની આગજનીની ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કોવિડ હોસ્પિટલની ફાયર પ્રણાલી તથા ઈલેક્ટ્રીક સિસ્ટમ વગેરેની ચકાસણી માટેના આદેશો કરાયા પછી જામનગર શહેરમાં આવેલી સરકારી તેમજ ખાનગી મળી જુદીજુદી ૯ કોવિડ હોસ્પિટલોમાં  ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જુદા-જુદા પાંચ વિભાગની ટુકડીઓએ સર્વેની કામગીરી હાથ ધરી છે. જેમાં બે સરકારી હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ હયાત ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે અંગેનો રિપોર્ટ કરાયો છે.

જામનગરની સરકારી જી જી હોસ્પિટલના કોવિડ-૧૯ બિલ્ડિંગમાં સવારે ફાયરબ્રિગેડની ટીમ ઉપરાંત પીજીવીસીએલની ટુકડી, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, જી.જી. હોસ્પિટલના સી.ડી. એમ.ઓ. અને ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટર વગેરેની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જોકે જી.જી. હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં સલામત હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારપછી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આવેલા કોવિડ રિકવરી સેન્ટર તેમજ રણજીતનગર વિસ્તારમાં આવેલા કામદાર વીમા યોજના કોવિડ રિકવરી સેન્ટરમાં ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમ નો અભાવ જણાયો હતો. જોકે બન્ને સ્થળે ફાયરના બાટલાઓ રાખીને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંગેનો ફાયરની ટીમ દ્વારા રાજ્ય સરકાર માટે રિપોર્ટ તૈયાર કરીને અપાયો છે.

Jamnagar Gg Hospital Sandesh

બાદમાં જામનગરની વિનસ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, ક્રિટી સર્જ હોસ્પિટલ, શિવ હોટલ પેલેસ, સમર્પણ હોસ્પિટલ, અને સ્વામિનારાયણ ગુરુકુલ કોવિડ હોસ્પિટલ કે જે તમામ સ્થળે ખાનગી કોવિડ હોસ્પિટલો કાર્યરત છે તે તમામ સ્થળોએ પણ ઉપરોક્ત ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ હોસ્પિટલોમા કોવિડ સેન્ટર થોડા સમય પહેલાં જ શરૂ કરાયા હોવાથી ફાયર સિસ્ટમ તથા ઈલેક્ટ્રીકનું કામ નવું ઉભો કરાયું હોવાથી તમામ યથાવત અને કાર્યરત હોવાનો અહેવાલ મળ્યો છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા તમામ ઈલેક્ટ્રીક વાયરીંગને ચેક કરીને ઝીણવટ ભરી સર્વેની કામગીરી ધરવામાં આવી રહી છે. જે કાર્યવાહી બે દિવસ સુધી ચાલે તેમ છે.

જી.જી.હોસ્પિટલમાં ફાયર સેફટીની મોકડ્રીલ

Img 20201129 Wa0017

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં હાલ ૧૩૬થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે રાજકોટની કોવિડ હોસ્પિટલના આગના બનાવ પછી જી.જી.હોસ્પિટલમાં પણ ફાયર પ્રણાલી કાર્યરત છે કે કેમ? અને તેનો ઉપયોગ ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જી.જી. હોસ્પિટલની સિક્યુરિટી વિભાગની ટીમ યોગ્ય રીતે કરી શકે તે અંગેની તાલીમ અને મોકડ્રીલ યોજવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.એન બિશ્નોઈની રાહબરી હેઠળ ફાયર શાખાની ટુકડી ઉપરાંત જી.જી.હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગના ઇન્ચાર્જ તબીબોની ટીમ વગેરેને સાથે રાખીને સવારે ફાયર પ્રણાલી અંગેનું ડેમોનસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું અને ફાયર શાખાની ટુકડી આગજનીની ઘટના સમયે આવી પહોંચે તે પહેલાં જ જીજી હોસ્પિટલનો સિક્યુરિટી વિભાગનો સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓ ફાયર પ્રણાલીનો સમયસર ઉપયોગ કરી શકે તે માટેની તાલીમ આપવામાં આવી હતી. અને ખાસ કરીને સિક્યુરિટી વિભાગને પાણીનો મારો ચલાવવા સહિતની પધ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.