Abtak Media Google News

ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસો સપ્ટેમ્બર માસની મધ્યમાં નોંધાયા

અમેરિકા, બ્રાઝીલની સરખામણીએ સ્થિતિ સુધરી છતાં દેશમાં હવે, કોવિડની ત્રીજી લહેરનો ખતરો

કોરોના મહામારીમાંથી મૂકત થવા વિશ્ર્વભરના દેશો મથી રહ્યા છે. વિશ્વ આખાને હચમચાવી દેનાર કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી કોઈ દેશ બાકાત રહ્યો નથી હાલ, ભારત સહિત મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ એકંદરે ઘટી રહ્યા છે. પરંતુ આનાથી હાશકારો કરવાની જરૂર નથી કારણ કે સરેરાશ કેસોની સંખ્યા ઘટી છે. પણ આની તીવ્રતા હજુ ઓછી આંકી શકાય નહિ. પ્રથમ તબકકામાંથી પસાર થયા બાદ હવે, ભારત કોરોના વાયરસના આ બીજા તબકકામાંથી પણ પસાર થઈ ગયું છે. પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરની કોરોના વાયરસનો આ હુમલો વધુ ખતરનાક સાબિત થયો છે. આ દરમિયાન ભારતમાં સપ્ટેમ્બર માસની મધ્યમાં કેસો સૌથી વધુ નોંધાયા હતા ત્રણ મહિનાની ઉંચી સપાટીએ રહ્યા બાદ હવે, કેસોમાં ઘટાડો થયો છે. જોકે, આ સ્થિતિમાં સુધારો છતા હવે, કોરોનાની ત્રીજી લહેરનો ભય ઉભો થયો છે.

અમેરિકા, રશિયા અને બ્રાઝીલ જેવા વિકસિત દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણા અંશે સારી રહી છે. આ બાબતની નોંધ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન, અને સંયુકત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ લીધી છે. અને ભારતની કોરોના મહામારી વિરૂધ્ધની કામગીરીની પ્રસંશા કરી છે. ઓગષ્ટ માસથી શરૂ થયેલી કોરોના વાયરસની બીજી લહેર અતિ ઘાતકી નીવડી છે. આ દરમિયાન વિશ્વના ટોચના દેશોમાં પણ ઉથળપાથલ મચી ગઈ હતી. જેમાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ફ્રાંસ, ઈટાલી, બ્રિટન, સ્પેન અને આર્જેન્ટિના સહિતના દેશોનો સમાવેશ છે.

Screenshot 1 15

ભારતની સરખામણીએ આ આઠ ટોચના દેશોની વાત કરીએ તો કોરોનાના બીજા તબકકાના હુમલામાં સૌથી વધુ ગંભીર અસર અને ફટકો અમેરિકાને પડયો છે. જયાં છેલ્લા એક અઠવાડિયાના સરેરાશ ૨,૫૦,૦૦૦ કેસો નોંધાયા છે. જયારે ભારતમાં એક લાખ તો બ્રાઝીલમાં સરેરાશ ૬૦ હજાર જેટલા કેસો નોંધાયા છે. તો રશિયામાં ૩૦ હજાર, ફ્રાંસમાં ૬૦ હજાર, ઈટાલીમાં ૪૦ હજાર, બ્રિટનમાં ૩૦ હજાર, સ્પેનમાં ૨૫ હજાર, આર્જેન્ટિનામાં ૨૦ હજાર જેટલા સરેરાશ કેસો નોંધાયા છે.

ટોચના ૯ દેશોમાં ભારત બીજા ક્રમે છે. કેસોની સંખ્યા વધુ હોવા છતાં ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ સારી છે કેમકે, ભારતમાં વસ્તી જ એટલી છે કે જેની સરખામણીએ કેસોનો સૂચકાંક ઓછો છે. ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા કોરોના વાયરસના બે તબકકાનો ભોગ બની ચૂકયા છે. જયારે આર્જેન્ટિના એવો દેશ છે કે જયાં હજુ કોરોનાની પ્રથમ લહેર જ ચાલી રહી છે. જયારે પોલાન્ડની સ્થિતિ પણ પ્રથમ તબકકામાં જ છે. પરંતુ આર્જેન્ટિનાની તુલનામાં અહી વધુ ખરાબ પરિસ્થિતિ છે. ભારત, પોલાન્ડ અને આર્જેન્ટિનામાં સામાન્ય બાબત એ છે કે, આ ત્રણેય દેશમાં કોરોના વાયરસનો પ્રથમ તબકકાનો હુમલો એક સમાન રહ્યો છે. એટલે કે રોગચાળાનો મોટો વિસ્ફોટ થયો હોય, તેમ કેસો નોંધાઈ રહ્યા હતા. બીજા તબકકામાં સપ્ટેમ્બર માસની મધ્યામાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા હતા જયારે આર્જેન્ટિનામાં ઓકટોમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં તો પોલાન્ડમાં નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં સૌથી વધુ કેસો નોંધાતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.