Abtak Media Google News

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું ફિક્કીની બેઠકમાં સંબોધન

ચીન અને પાકિસ્તાન સીમા પર ચાલતા તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, દુનિયા આખી કોરોના સામે લડતી હતી ત્યારે આપણા વીર જવાનો ચીન સરહદે ખડકાયેલા ચીની સૈનિકોનો સામનો કરતા હતા અને તેને પાછળ હટવા મજબૂર કર્યા હતા.  ફિક્કીની ૯૩મી બેઠકને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, હિમાલય પર થઈ રહેલી હિલચાલથી એ સ્પષ્ટ છે કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આપણે હિમાચલ મોરચે બતાવવું પડેલું આક્રમક વલણ એ વાતની યાદ આપે છે કે વિશ્ર્વ ઝડપથી બદલાઈ ર્હયું છે. હિમાચલમાં જ નહીં પણ ભારત પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં પણ તંગદિલીભરી સ્થિતિ સર્જવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે, લદાખમાં એલએસી પર સશસ્ત્ર દળોની મોટી સંખ્યામાં હાજરી છે, આ કસોટીના સમયમાં આપણી સેનાઓએ અનુકરણીય સાહસ અને ઉલ્લેખપૂર્ણ ધીરજ બતાવી છે. આપણા જવાનો પીએલએ સાથે બહાદૂરીપૂર્વક લડ્યા અને તેમને પીછેહટ કરવા મજબૂત કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, દુનિયા કોરોના સામે લડતી હતી ત્યારે આપણા બહાદૂર જવાનો સીમાનું રક્ષણ કરતા હતા. એકેય વાયરસ આપણા સશસ્ત્ર દળોને ફરજ બજાવતા રોકી શક્યો ન હતો. આપણા દેશની સેનાએ જે હાંસલ કર્યું છે તેને આપણા પછીની પેઢીઓ યાદ રાખશે. આપણે સીમા પારના આતંકવાદનો શિકાર બન્યા છીએ જ્યારે આપણને સાથ આપનાર પણ કોઈ ન હતું. એટલે આપણે એકલે હાથે સંઘર્ષ કર્યો છે, દુશ્મનોનો સામનો કર્યો છે.

સરહદના રક્ષણ માટે કોઈ કચાસ નહીં છોડાય: બીપીન રાવત

07

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે જણાવ્યું હતું કે, મને આશા છે કે, સરહદોના રક્ષણ માટે ભારતીય સશસ્ત્ર દળ કોઈ કચાસ નહીં રાખે. કોરોના મહામારીના સમયમાં ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપરથી વર્તમાન સ્થિતિને બદલવા ચીન પ્રયાસ કરે છે, જો કે તેને ભરી પીવા માટે ભૂમિ, સમુદ્ર અને હવાઈ એમ ત્રણેય સ્તરે અમારી તૈયારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.