Abtak Media Google News

રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે ન મોકલતા ગાંધીનગરના વિકાસ કમિશનરે સરપંચ સહિત ૧૧ સભ્યોને હોદા પરથી દૂર કર્યા, ગ્રામ પંચાયતની આખે આખી બોડી સસ્પેન્ડ થતા વહીવટી વિસ્તરણ અધિકારીની નિમણુંક કરાઈ

હળવદના રણમલપુર ગ્રામ પંચાયતમાં જબરી ઉથલ પાથલ મચી ગઇ છે.જેમાં ગત વર્ષના બજેટ મુદ્દે આખે આખી બોડી સસ્પેન્ડ થઈ છે.જેમાં રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે ન મોકલતા ગાંધીનગરના વિકાસ કમિશનરે સરપંચ સહિત ૧૧ સભ્યોને હોદા પરથી દૂર કર્યા છે.સરપંચ સહિત આખી બોડી સસ્પેન્ડ થતા હવે રણમલપુર ગ્રામ પંચાયતમાં વહીવટી વિસ્તરણ અધિકારીની નિમણુંક કરાઈ છે

હળવદના રણમલપુર ગ્રામ પંચાયતે ગત વર્ષના નાણાકીય બજેટને તાલુકા કક્ષાએ અવલોકન માટે મોકલ્યું ન હતું.આથી આ મામલે તાલુકા કક્ષાએથી રણમલપુર ગ્રામ પંચાયત સામે ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેથી રણમલપુર ગ્રામ પંચાયતની આખે આખી બોડી ઘરભેગી થઈ ગઈ છે.જેમાં રણમલપુર ગ્રામ પંચાયત દ્વારા ગતવર્ષનાં બજેટને અવલોકન અર્થે તાલુકા કક્ષાએ ન મોકલવા બદલ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરે રણમલપુર ગામના સરપંચ વામાજ જાગૃતિબેન અમૃતભાઈ તથા સભ્યો પ્રજાપતિ જ્યોત્સનાબેન નગીનભાઈ, પારેજીયા રમાબેન દેવકરણભાઈ, વામાજા પ્રતીક્ષાબેન ઘનશ્યામભાઈ, વરમોરા વિપુલભાઈ વસુદેવભાઈ, ત્રેટીયા હર્મીલાબેન જયંતીભાઈ, વરમોરા કિરીટભાઈ મહાદેવભાઈ, વરમોરા અશોકભાઈ નારાયણભાઈ, ધામેચા કાળુંભાઈ જાદુભાઈ, રબારી ખોડાભાઈ પ્રભુભાઈ અને રાઠોડ પુનાભાઈ દેવાભાઈને હોદા પરથી હટાવી દીધા છે.આ રીતે સરપંચ સહિત ૧૧ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ગ્રામ પંચાયતની આખી બોડી સસ્પેન્ડ થઈ જતા ગ્રામ પંચાયતનું વિસર્જન થઈ ગયું છે અને હાલ ગ્રામ પંચાયતની વહીવટી પ્રક્રિયા માટે વહીવટીદાર તરીકે વિસ્તરણ અધિકારી જે.પી.મહેતાની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.