Abtak Media Google News

બેન્કિંગ ફાયનાન્સ, ટેકનોલોજી, ઓટોમેટીવ અને ટેલીકોમ સેકટરમાં લેવાલીનો માહોલ: મીડકેપના શેર ઉછળ્યા

સતત બીજા દિવસે પણ સેન્સેકસમાં ઉછાળો જોવા મળતા સોમવારે બોલેલા કડાકા બાદ રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. સોમવારે એકાએક માર્કેટ ગગડી જતા રોકાણકારોના શ્ર્વાસ અઘ્ધર થઈ ગયા હતા દરમિયાન ગઈકાલે ૪૦૦ પોઈન્ટ અને આજે પણ ૪૫૦ પોઈન્ટ જેટલી રીકવરી થઈ છે. અત્યારે સેન્સેકસ ૪૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬,૪૫૧ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફટી-ફિફટી, બેંક નિફટી અને મીડકેપમાં પણ લેવાલીનો માહોલ જામ્યો છે. એચયુએલ, ઈન્ફોસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, એસબીઆઈ, એશિયન પેન્ટ સહિતના શેરમાં આજે તેજી જોવા મળી હતી.
બજાજ ફીન, એસબીઆઈ, ઈન્ડુસીન બેંક સહિતના શેરમાં પણ તેજી જોવા મળી હતી. આ લખાય છે ત્યારે બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ટેકનોલોજી, ઓઈલ ગેસ અને ઓટોમેટીવ સેકટરમાં ભરપુર તેજી જોવા મળી છે. આજે સેન્સેકસ ફરીથી ૪૬,૫૦૦ની નજીક પહોંચવામાં સફળ રહ્યો છે. નિફટી-ફિફટીમાં પણ લેવાલી જોવા મળી છે.
મંગળવારે અમેરિકાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૦.૬૭ ટકાના ઘટાડાની સાથે ૨૦૦.૯૪ અંક ઘટી ૩૦૦૧૫.૫૦ પર બંધ થયો હતો. આ રીતે એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેક્સ પણ ૭ અંક ઘટી ૩૬૮૭ પર બંધ થયો હતો. બીજી તરફ નેસ્ડેક ઈન્ડેક્સ ૬૫ અંક વધી ૧૨૮૦૭ પર બંધ થયો હતો. ગઈકાલે યુરોપના બજારોમાં ભારે ખરીદી રહી. ફ્રાન્સનો સીએએસ ઈન્ડેક્સ ૭૩ અંક(૧.૩૬ ટકા) વધી ૫૪૬૬ પર બંધ થયો હતો. જર્મનીનો ડીએએકસ ઈન્ડેક્સ ૧૭૧ અંક(૧.૩૦ ટકા) વધારા સાથે ૧૩૪૧૮ પર બંધ થયો હતો. બીજી તરફ નેસ્ડેક ઈન્ડેક્સ ૬૫ અંક વધી ૧૨૮૦૭ પર બંધ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.