Abtak Media Google News

ગૃહ વિભાગ, પીજીવીસીએલ અને ગૃહ ઉદ્યોગ માટે જમીન ફાળવણી સહિત કુલ ૧૮૧ હુકમો એનાયત

જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઓપન હાઉસમાં બિનખેતીના ૧૫૭ હુકમો લાભાર્થીઓને અર્પણ કર્યા હતા. આ સાથે ગૃહ વિભાગ, પીજીવીસીએલ અને ગૃહ ઉદ્યોગ માટે જમીન ફાળવણી સહિત કુલ ૧૮૧ હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

Img 20201224 Wa0016

જિલ્લા કલેકટર કચેરી ખાતે લાભાર્થીઓને હાથોહાથ હુકમોનું વિતરણ કરવા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે યોજાયેલા ઓપન હાઉસમાં કુલ ૧૮૧ હુકમો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૯૫ લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને હાથોહાથ હુકમો સ્વીકાર્યા હતા.

બિનખેતીની પરવાનગી માટે ૧૫૭ હુકમ આપવામાં આવ્યા હતા. ૭૭ લાભાર્થીઓએ ઓપન હાઉસમાં ઉપસ્થિત રહીને આ હુકમ હાથોહાથ સ્વીકાર્યા હતા. આ સાથે ગૃહ વિભાગ માટે જમીન ફાળવણીનો ૧, પીજીવીસીએલને જમીન ફાળવણીનો ૧, કુટિર અને ગ્રામ ઉદ્યોગને જમીન ફાળવણીનો ૧, એફઆરએ સર્ટીફીકેટનો ૨, બિન ખેતી પ્રીમિયમના ૧૧, કલમ-૫૪ હેઠળ હુકમ ૫, ગોડાઉન માટે જમીન ફાળવણીનો ૧ અને સીએનજી પંપ તથા પેટ્રોલિયમ સ્ટોરેજ એનઓસી માટે ૨ હુકમ આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.