Abtak Media Google News

* બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી ભારતમાં જોખમ વઘ્યુંછે. ગુજરાતમાં પણ નવા સ્ટ્રેનનો ખતરો મંડાઇ રહ્યો છે.

* બ્રિટન સહિતના યુરોપીયન દેશોમાંથી ગુજરાતમાં આવેલા વધુ ૧૧ યાત્રીઓ પોઝીટીવ નોંધાયા છે. જેમાંથી અમદાવાદના ચાર, આણંદ, વડોદરા અને ભરૂચના બે-બે તો વલસાડના એક વ્યકિતનો સમાવેશ થાય છે.

* યુ.કે થી  આવેલા લોકોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા તેમના પતિ નીમીત અને પુત્ર શૌર્ય પણ સામેલ હતા જેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો.

યુકે,યુરોપના દેશોમાંથી ગુજરાત આવેલાં કુલ 1720 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયાં છે જે પૈકી 11 મુસાફરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યાં છે.

ગુજરાત સરકારે કોરાના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણોની તપાસ કરવા જીનોમ સ્ટડી કરવા નક્કી કર્યુ છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે ભારત સરકારે બ્રિટન સહિતના દેશોની ફલાઇટો રદ કરી દીધી છે. એટલું જ નહીં, આ દેશોમાંથી આવનારાં મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે.

ગુજરાતમાં જ યુકે.યુરોપના દેશોમાંથી આવેલાં મુસાફરોને શોધીને ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. તા.25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યુકે,યુરોપના દેશોમાંથી 572 મુસાફરો આવ્યા હતાં તે પેકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.