કોરોનાનો નવો સ્ટ્રેન ભૂકંપ પછીના ‘આફટર શોક’ જેવો

કોરોનાએ ‘કલર’ બદલવા વિશ્ર્વભરના દેશોમાં ભય છવાઇ ગયો છે. બ્રિટનથી ઉદભવેલા કોરોનાના નવા સ્ટ્રેનથી તમામ દેશો એલર્ટ થઇ ગયા છે પરંતુ નિષ્ણાંતોના મત મુજબ આનાથી કોઇ ગભરાવાની જરુર નથી. કોરોનાનું આ નવો સ્ટ્રેન ભૂકંપ પછીના ‘આકફટ શોક’ જેવો જ છે.

* વૈજ્ઞાનિક મુજબ કોરોના વાયરસનો સ્ટ્રેન જુનો જ છે પરંતુ તે દેખાયો હવે છે.

* અત્યાર સુધીમાં વાયરસના પ્રથમ ૫૦૦૦ જિનેટીક બદલાવમાં ૧૨,૦૦૦ મ્યુટેશન જોવા મળ્યાં છે.

* નવા સ્ટ્રેનથી માત્ર જાગૃત થઇ ગાઇડલાઇનનું પાલન કરવાની જરુર છે.

* નવો સ્ટ્રેન દેખાય એટલો ભયાનક નથી કારણ કે તે જેટલો ઝડપથી ફેલાઇ રહ્યો છે. એટલી ઝડપથી સામે નાશવંત પણ થઇ રહ્યો છે.

સમગ્ર દુનિયામાં ભય પેદા થયો છે. વૈજ્ઞાનિકો નવા વાયરસના મૂળ વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અત્યાર સુધી જાણી શક્યા નથી. નિષ્ણાંતો અનુસાર, નવા વાયરસનો ચેપ 60 ટકા વધુ છે. પરંતુ આનાથી હતપ્રત થવાની જરૂર નથી. જરૂર છે તો માત્ર કાળજીની અને ચુસ્તપણે ગાઈડલાઈનના પાલન કરવાની.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના નવા સ્ટે્નનું નામ ‘VUI 202012/01’ છે. તેમાં સ્પાઈક પ્રોટીનમાં જેનેટિક મ્યૂટેશન સામલે છે, જેનાથી સરળતાથી અને ઝડપી વાયરસ ફેલાઈ છે. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન 17 વખત બદલાઈ ચૂક્યો છે. જે વાયરસના આકારને પ્રભાવિત કરે છે.