Abtak Media Google News

ઓખાથી ગોરખપુર, એર્નાકુલમ અને રામેશ્ર્વર વિશેષ ટ્રેનનું વિસ્તરણ: કાલથી બુકિંગ શરૂ

રાજકોટ ડિવિઝને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાને લઈને ત્રણ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનની સેવા વધારી છે. જેમાં ઓખા-ગોરખપુર ૨૮ માર્ચ સુધી તેમજ ગોરખપુર-ઓખા ટ્રેનને ૨૫ માર્ચ સુધી વિસ્તારિત કરાઈ છે. ઓખા-ગોરખપુર ટ્રેન દરેક રવિવારે ઓખાથી રાત્રીના ૨૧:૦૦ કલાકે ઉપડી રાજકોટ રાત્રીએ ૨:૦૦ કલાકે તેમજ ગોરખપુર મંગળવારે સાંજે ૧૯:૨૫ કલાકે પહોંચશે. પરત આ ટ્રેન દર ગુરૂવારે સવારે ૪:૪૫ કલાકે ઉપાડી શુક્રવારે રાત્રે ૨૨:૩૫ કલાકે તેમજ ઓખા શનિવારે વહેલી સવારે ૩:૫૫ કલાકે પહોંચશે. આ ટ્રેન બંને વખત દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ સહિતના સ્ટેશનોએ રોકાશે. આ વિશેષ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેક્ધડ કલાસ બેઠક કોચ હશે.

ઓખા-એર્નાકુલમ દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન ૪ જાન્યુઆરીથી ૧લી ફેબ્રુઆરી સુધી દર સોમવાર તથા શનિવારે ઓખાથી સવારે ૬:૪૫ કલાકે ઉપડી રાજકોટ ૧૧:૦૦ વાગ્યે તેમજ એર્નાકુલમ બીજા દિવસે રાત્રે ૨૩:૫૫ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત ૧લી જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધી દર બુધવાર તથા શુક્રવારે એર્નાકુલમથી રાત્રે ૨૦:૨૫ કલાકે ઉપડી રાજકોટ ત્રીજા દિવસે સવારે ૧૧:૧૯ કલાકે તેમજ ઓખા સાંજે ૧૬:૪૦ કલાકે પહોંચશે. આ ટ્રેન બંને વખત દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, નવસારી, વલસાડ સહિતના સ્ટેશનોએ રોકાશે. ઓખા-રામેશ્ર્વર ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન ૫ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી દર મંગળવારે ઓખાથી સવારે ૮:૪૦ કલાકે ઉપડી, રાજકોટ બપોરે ૧:૦૦ વાગ્યે તેમજ રામેશ્ર્વરમ ત્રીજા દિવસે સાંજે ૧૯:૧૫ કલાકે પહોંચશે.

આ ટ્રેન પરત ૧ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધી દર શુક્રવારે રામેશ્ર્વરમથી રાત્રે ૨૨:૧૦ કલાકે ઉપડી રાજકોટ ચોથા દિવસે સવારે ૫:૧૫ કલાકે તેમજ ઓખા ૧૦:૨૦ કલાકે પહોંચશે. આ ટ્રેન બંને વખત દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સ્ટેશનોએ રોકાશે. ઓખા-ગોરખપુર ટ્રેનનું બુકિંગ ૨ જાન્યુઆરીથી તેમજ ઓખા-એર્નાકુલમ અને ઓખા-રામેશ્ર્વરમ ટ્રેનનું બુકિંગ ૧લી જાન્યુઆરીથી પીઆરએસ કાઉન્ટર અથવા આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.