Abtak Media Google News

પોષ્ટ એજન્ટ તરીકે કામ કરતા બંને શખ્સો વિરૂધ્ધ ૮૦થી વધુ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢમાં પોસ્ટમાં રોકાણના નામે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયેલા એજન્ટ પિતા-પુત્ર સામે  શરૂઆતમાં ચાર જેટલા લોકોએ ફરિયાદ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં આ અજેન્ટ દ્વારા આચારાયેલ છેતરપિંડીનો ભોગ બનનાર ૮૦ થી વધુ લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી છે જેને લઇને ઠગાઇનો આંક એકાદ કરોડ ઉપર જાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.

જૂનાગઢ શહેરમાં પોસ્ટની નાની બચતના નામે અનેક લોકોને નવડાવી નાખનાર પિતા-પુત્ર ભરત પરમાર તથા તુષાર ભરત પરમાર સામે વધુને વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોએ ફરિયાદો આપી છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

જૂનાગઢમાં પોસ્ટમાં રોકાણના નામે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી ને ફરાર થઈ ગયેલા એજન્ટ પિતા-પુત્ર સામે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. શરૂઆતમાં ૪ જેટલા લોકોએ રૂ. ૩૫.૮૯ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં આ અજેન્ટ દ્વારા કરાયેલ છેતરપિંડીનો ભોગ બનનાર ૮૦થી વધુ લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી છે, જેને લઇને ઠગાઇનો આંક એકાદ કરોડ ઉપર જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

પ્રાથમિક તપાસમાં પોસ્ટની ડુપ્લીકેટ પાસબુક અને પહોંચના આધારે અનેક લોકો સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. તપાસનીશ પી.આઈ. પી.જે. બોદરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૮૦ જેટલા લોકોએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ અને નિવેદન નોંધાવ્યા છે.તેમના પૈસા આ ભારત પરમાર લઈ ગયો છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તેની ઓફિસમાં સર્ચ કરીને ત્યાંથી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. તેમજ કલેકટર ઓફીસમાંથી એની નાની બચતના એજન્ટ તરીકેની કામગીરી સહિતની વિગત મંગાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.