Abtak Media Google News

ચાર બ્રીજનું કામ 40 ટકા ઓનથી આપવાનો તખ્તો તૈયાર

રૂ.૧૭૨.૬૪ કરોડ નહીં પરંતુ રૂ.૨૩૯.૩૮ કરોડના ખર્ચે બનશે ચાર બ્રિજ :મહેસાણાની રણજીત બિલ્ડકોન નામની એજન્સીને કે.કે.વી.ચોક,જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક,નાના મોવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે બ્રિજ બનાવવાનું કામ ૪૦ ટકા ઓનથી  આપવાનો તખ્તો તૈયાર

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર અલગ-અલગ ૪ સ્થળોએ મલ્ટીલેવલ અને ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.૨૩૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ ચાર બ્રિજમાં  એજન્સીને ૬૭ કરોડની તગડી ઓન ચૂકવવાનો તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે.આગામી શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બ્રિજના નિર્માણ માટેનો ખર્ચ મંજુર કરવા અંગે સત્તાવાર અને નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.દરમિયાન મહાપાલિકાને ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે આ ચાર બ્રિજનું ભૂમિપૂજન, આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ સહિતના પ્રોજેક્ટને લીલીઝંડી આપવાની તૈયારી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના કાલાવાડ રોડ પર કે.કે.વી. સર્કલ ખાતે ઓવરબ્રિજની ઉપર મલ્ટીલેવલ બ્રિજ બનાવવા માટે રૂ ૯૩.૮૧ કરોડનું એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.આ કામ ૩૯ ટકાથી પણ વધુની ઓન સાથે ૧૨૯.૫૩ કરોડમાં આપવા, જડડૂસ રેસ્ટોરન્ટવાળા ચોકમાં રૂપિયા ૧૯.૮૦ કરોડના એસ્ટીમેટ સાથે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું. આ કામ પણ આશરે ૪૦ ટકાની સાથે ૨૮.૫૨ કરોડમાં આપવા, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના માવા સર્કલ ખાતે ૩૦.૪૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવના અંદાજ સામે આ બ્રિજનો નિર્માણ કામ ૩૯ ટકાથી પણ વધુની ઓન સાથે ૪૧.૧૨ કરોડમાં આપવા તથા રામાપીર ચોકડી પાસે ઓવર બ્રિજ બનાવવાનું કામનું મૂળ  એસ્ટીમેન્ટ ૨૮.૪૩ કરોડ અંદાજવામાં આવ્યું હતું.જેની સામે આ બ્રિજ બનાવવાનું કામ પણ તગડી ઓન સાથે ૪૦.૨૧ કરોડમાં  મહેસાણાની રણજીત બિલ્ડકોન નામની કંપનીને સોંપવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ ચાર બ્રિજ બનાવવા માટે રૂપિયા ૧૭૨.૬૪ કરોડનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. પરંતુ ચાર બ્રિજમાં મહેસાણાની રણજીત બીલડકોન નામની કંપનીએ ૪૦ ટકા જેવી તગડી ઓન સાથે ઓફર આપી હતી.વાટાઘાટને અંતે કંપની ૩૯ ટકાથી થોડી વધુ ઓન સાથે કામ કરવા સહમત થઈ છે.વટાઘાટમાં મહાપાલિકાને બે કરોડનો ફાયદો થયો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.પરંતુ  બ્રિજના નિર્માણ માટે ૬૬.૭૫ કરોડનીઓન આપવાની તૈયારીઓ ચાલી રહી છે.

ચાર બ્રિજના નિર્માણ માટે  કરોડોની તગડી ઓન ચૂકવવામાં આવશે. આગામી શુક્રવારના રોજ સંભળાવતા મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવશે અને આ ત્યારે બ્રીજના નિર્માણ માટેનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્તને બહાલી આપશે.

મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે આ ચારે બ્રિજનું એકસાથે ખાતમુહૂર્ત કરવાની ઉપરાંત આમ્રપાલી અન્ડરબ્રીજનું લોકાર્પણ,બાઇક શેરિંગ પાઇલટ પ્રોજેક્ટ ,સ્માર્ટ પ્રોપર્ટીકાર્ડ, એઇમ્સ માટેના રોડ કોઠારીયા અને વાવડીમાં એએસઆર જીએસઆર સહિતના કામોનું લોકાર્પણ કરી દેવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.