Abtak Media Google News

છેલ્લા સાત દિવસથી ચાલતું આંદોલન ઉગ્ર બને તેવી દહેશત

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે ગૌચર અને ખેડૂતોની માલિકીની જમીનનો કુલ વિસ્તાર ૯૩.૧૪૦૭ હેક્ટર જમીન લાઇમ સ્ટોન ખનીજના માઇનિંગ કરવા માટે આપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સિધ્ધિ સિમેન્ટ કંપનીએ ખનીજ સંપત્તિને લૂંટવા માટે કાયદાકીય નિયમોની સદંતર અવગણના કરી. વર્ષ ૧૯૮૩માં ફાળવેલી જમીન સામે ખેડૂતોએ વિરોધ નોંધાવતા વર્ષ ૨૦૧૩માં માઇનિંગ મુદ્દત પૂર્ણ થયા બાદ કંપનીએ સરકારી અધિકારીઓને લાલચ આપી માઇનિંગ માટે ફરીથી મંજૂરી લઇ લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુત્રાપાડાના વાવડી ગામે સિધ્ધિ સિમેન્ટ કંપની દ્વારા કોઈ પણ નીતિ અને શરતો પાડ્યા વગર ખનીજ ખોદકામ ચાલુ કરી દીધું છે. જેને લઈને ગ્રામજનો રોષે ભરાયેલા છે. ગ્રામજનો તેને લઈને સિધ્ધિ સિમેન્ટ કંપની સામે ગાંધી માર્ગે આંદોલન ચાલુ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

વાવડી ગામમાં ખનીજ વિભાગના અધિકારીઓ નિરીક્ષણ કર્યું હતું. પણ કોઈ પણ નિરાંકરણના આવતાં ગ્રામજનો દ્વારાથી આંદોલન ચાલુ કરાયું જેમાં ગ્રામ પંચાયતના સભ્યોએ પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.