Abtak Media Google News

વડલાની લાંબી ઘણી વડવાયું રે લોલ…

ગાંધીનગરનાં દેહગામમાં સ્થિત વિશાળ વડલો પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર: અસલ મૂળીયા શોધવા એક પઝલ  સમાન

વડલાની લાંબી ઘણી વડવાયું રે લોલ…. નગુજરાતના હેરીટેજ ટ્રીથ તરીકે ગાંધીનગરના દેહગામ તાલુકાના કંઠરપુરામાં સ્થિત એક વડલો ઓળખાય છે જેનાથી કદાચ તમે અજાણ જ હશો. ગુજરાતનાં પાટનગરમાં સ્થિત આ વડલો પોતાનામાં જ એક નઅજાયબીથ છે જેની મુલાકાત તમામે ચોકકસપણે લેવી જ જોઈએ. આમ, જોઈએ તમામ વૃક્ષોમા નવડલાથનું દરેક ક્ષણે અલગ અલગ મહત્વ છે. સામાન્ય પણે વડલા મોટા જ હોય છે પરંતુ ગાંધીનગરમાં સ્થિત આ વડલો ખૂબ વિશાળ છે. એના મૂળીયા શોધવા પણ અસંભવ છે. ૫૦૦ વર્ષ જૂના આ વડલાએ નાનું જંગલ ઉભુ કરી દીધું હોય તેમ લાગે છે. અહી આવતા મુસાફરો માટે આ વડલો એક નપનેલ ગેમથ સમાન જ છે. કારણ કે તેના મૂળીયા કયાથી શરૂ થાય છે. વડવાયુંમાંથી મૂળ વડલો કયો છે તે શોધવું અધરૂ છે. અને અહી આવતા પ્રવાસીઓ આજ શોધવામાં રસપ્રચુર થઈ જાય છે. અહી, દેહગામનાં કંઠરપૂરામાં દેવી મહાકાલીનું વષો પુરાણુ પ્રખ્યાત મંદિર છે. અને આ મંદિરનાં પટાંગણમાં વડલો હોવાથી તેને મહાકાલી વડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરનાં ટ્રસ્ટીના પુત્ર સિધ્ધરાજ સિંહ સોલંકીએ આ અંગે જણાવ્યું કે, અહી દરરોજ ઘણા પ્રવાસીઓ આવે છે. અને ખાસ આ વડલો આકર્ષણનું કેન્દ્ર છે. જોકે, કોરોના મહામારીને કારણે પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર ઘટી હતી પરંતુ હાલ સ્થિતિ ધીમે ધીમે પહેલાની જેમ બનતા ફરી પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ વડના મૂળીયા લગભગ અડધો એકર જમીનમાં ફેલાયેલા છે. જે મીની ફોરેસ્ટ જેવી જ અનૂભૂતિ કરાવે છે. વડલો ૫૦૦ વર્ષ જૂનો છે. અમારા દાદા, પરદાદા આ વડલાના છાંયડામાં રમતા હતા. તેમનું બાળપણ વડલાના છત્રછાયામાં વિત્યું છે. વડલાના ખરા મૂળ શોધવા પ્રવાસીઓ માટે એક પડકારરૂપ છે. આ શોધવું લગભગ નામૂમકીન છે. તેમ સિધ્ધરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતુ આ વડલો કુદરતનાં નિર્માણ અને તેની અદભૂત કલાનું એક ઉતમ નમૂનો છે. ગુજરાતની હેરીટેજ ટ્રી તરીકે ઓળખાય છે. એમાં પણ ખાસ એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વડલાની મુલાકાત લઈ ચૂકયા છે. વર્ષ ૨૦૧૩ની ૨૮મી ઓગષ્ટે દેહગામ આવી તેમણે મહાકાલીના આશિર્વાદ લીધા અને વડલાના રોચક તથ્યો વિશે જાણ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.