Abtak Media Google News

જન્માષ્ટમીના તહેવાર દરમીયાન બહારગામ જવા યાત્રીકોનો ઘસારો વધુ જોવા મળે છે. જેને ઘ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા મુસાફરોના ટ્રાફીકને પહોંચી વળવા ૫૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવીને રાજકોટ એસ.ટી. ડીવીઝને પોતાની આવકમાં પણ વધારો કર્યો છે.ગત વર્ષે રાજકોટ એસ.ટી. ડીવીઝનની કુલ આવક  ૧ કરોડ ૯૪ લાખ જેટલી હતી. જે વધીને આ વર્ષે ર કરોડ ૬ લાખ સુધીની થઇ હતી. એકદરે ગત વર્ષની સરખામણીએ ૧ર લાખ  ની વધુ આવક રાજકોટ એસ.ટી. ડીવીઝનને થવા પામી છે.રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમી તહેવાર નીમીતે રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા વધારાની કુલ ૫૮ બસો દોડાવામાં આવી હતી. જેમાં અમદાવાદની રર, જામનગર ૧૪, મોરબી ૧૨, જુનાગઢ ૭, બરોડા ૧, ઉના ૧ અને ભાવનગર ૧ સહીત ૫૮ વધારાની બસો મુસાફરોના ટ્રાફીકને પહોંચી વળવા માટે દોડાવામાં આવી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વધારાની એકસ્ટ્રા બસો દોડાવાની સાતમ આઠમના પાંચ દિવસ દરમિયાન કુલ ૬ લાખ રર હજારની એકસ્ટ્રા આવક રાજકોટ ડીવીઝનને થઇ જેમાં છઠ્ઠના દિવસે ૮૦ હજાર, સાતમ પર ૬૬ હજાર, આઠમ ૬૨ હજાર, નોમ ૬૧ હજાર, તેમજ દશમના દિવસે વધારાની ૩ લાખની આવક ઉપજી હતી. પાંચ દિવસની કુલ આવક ર કરોડ ૬ લાખ જેટલી થઇ હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણી પ્રમાણે આ વર્ષે એકસ્ટ્રા આવકમાં  ૧ લાખ ૮૭ હજારનો વધારો થયો છે. તેમજ કુલ આવકમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં એસ.ટી. ડિવીઝન રાજકોટની દૈનિક આવક ૪૦ થી ૪પ લાખની આસપાસ રહે છે. તહેવારોમાં મુસાફરોના ટ્રાફીક વધતા દૈનિક આવકમાં પણ  ૫૦ થી ૫૫ લાખનો આવક વધવા પામી હતી.તહેવારો દરમીયાન ઓનલાઇન બુકીંગ કરાવનારા મુસાફરોની સંખ્યા પણ વધી હતી. વધારાની બસો દોડાવાતા મુસાફરોને સરળ સુવિધા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.