Abtak Media Google News

અમેરિકાએ હિઝબુલ મુઝાહિદ્દીનને આતંકી સંગઠન જાહેર કરતા ભારતની મહત્વની જીત

હિઝબુલ મુઝાહિદ્દીને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાના અમેરિકાના નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાના આ નિર્ણયને પાકિસ્તાને અન્યાયી ગણાવ્યું છે.બે મહિના પહેલા અમેરિકાએ સૈયદ સલાહુલ્લાદીનને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યો હતો. ત્યારબાદ હવે હિઝબુલ મુઝાહિદ્દીનને આતંકી સંગઠન જાહેર કરાતા પાકિસ્તાન નિરાશ થયું છે. કાશ્મીરની આઝાદી માટે પ્રયત્નો કરી રહેલા સંગઠનોને આતંકી સંગઠન ગણવા અન્યાયી હોવાનું નાપાક પાક.નું કહેવું છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સચીવ નફિશ ઝાકરીયાએ અમેરિકાના પગલાને વખોડયું છે. તેણે કહ્યું છે કે કાશ્મીર મામલે આ નિર્ણયની અસર થશે. લોકોના મોરલ ઉપર અસર થશે ! ઉપરાંત રાજકિય નુકશાનની વાત પણ તેમણે કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનની સ્થાપના ૧૯૮૯માં થઈ હતી. કાશ્મીરમાં આતંક ફેલાવી હિઝબુલ મુઝાહિદ્દીને અનેક લોકોના ભોગ લીધા છે. અમેરિકાએ હિઝબુલ મુઝાહિદ્દીનને આતંકી સંગઠન જાહેર કરતા ભારતને આતંકવાદ સામે મહત્વની સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.