Abtak Media Google News

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં અત્યાર સુધીની હાઇ બજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ

મોટાભાગની સમસ્યાને આપણે તંબુરો સાથે સરખાવતા હોઇએ છીએ અને કંઇક આજ થીમ ઉપર કોમેડી અને થ્રિલરથી ભરપુર  ગુજરાતી ફિલ્મ તંબુરો આજથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રીલીઝ થવા માટે સજજ છે. લગભગ ૧૨૫ સિનેમા ઘરમાં આ ફિલ્મ રીલીઝ થઇ છે.ગુજરાતીની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ પોતાના મજબૂત અભિયનનો પરચો આપનાર મનોજ જોશીની સાથે ફિલ્મ તંબુરોમાં પ્રતિક ગાંધી, પ્રિયા નાયર, ભરત ચાવડા, જાનકી બોડીવાલા, હેમાંગ દવે, ઓજસ રાવલ અને પ્રસાદ ભાર્વે મુખ્ય ભુમિકામાં જોવા મળશે. થોડા સમય પહેલાં જ રિલિઝ થયેલા ફિલ્મના ટ્રેલરે દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ પેદા કર્યો છે.ફિલ્મની વાર્તા વડોદરામાં રહેતા બે યુવાનો ઉપર કેન્દ્રીત છે જેમને જીવનમાં ઘણું બધું કરવું છે અને નવી ઉંચાઇઓ હાંસલ કરવી છે, પરંતુ તેમની પાસે પૂરતું માર્ગદર્શન નથી. જીવનમાં સફળતા હાંસલ કરવા માટેના તેમના પ્રયાસો દરમીયાન તેઓ એક મુસીબતમા: સપડાઇ જાય છે અને તેમાંથી બહાર નીકળવાના તેમના પ્રયાસોથી સમસ્યા વધુને વધુ ગંભીર બનતી જાય છે. શું આ યુવાનોને સાચો માર્ગ મળશે કે નહીં તે માટે ફિલ્મ જોવાની રહી. અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કરતા આજે મનોજ જોશી તથા અન્ય કલાકારોએ ફિલ્મના અનુભવો વર્ણવ્યા હતાઁ. ઉલ્લેખનીય છે કે તંબુરો ફિલ્મનું શુટીંગ વડોદરા અને અમદાવાદમાં થયું છે. ફિલ્મના વિવિધ પાસાઓ અંગે વાત કરતાં ડિરેકટર શૈલેષ કાલેએ જણાવ્યું હતું કે અન્ય ગુજરાતી કોમેડી ફિલ્મની તુલનામાં તંબુરો ડાર્ક કોમેડી છે. જે યુવાનોની સાથે સાથે તમામ વયજુથના લોકોએ આકર્ષશે. સામાન્ય રીતે બોલીવુડ અને હોલીવુડની ફિલ્મમાં આ પ્રકારના વિષયો ઉપર ફિલ્મો બનતી હોય છે. પરંતુ ગુજરાતી ફીલ્મ ઉઘોગમાં પ્રથમવાર આવા વિષ્ાય ઉપર ફીલ્મ બની છે દર્શકોને ચોકકસપણે પસંદ આવશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.