Abtak Media Google News

સિંહ બાળ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ફરીથી ચર્ચામાં આવ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં તેમનો એક ફોટો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં તે એક સિંહના બચ્ચા સાથે ફોટોમાં દેખાય છે. આ પાલતુ સાવજ છે. જોકે, ફોટાના કારણે મામલો ગરમાયો છે.

આ ફોટો ૨૦૧૮નો છે. ક્રિકેટ મેચ માટે તેઓ સાઉથ આફ્રિકા ગયા હતા. જ્યાં તેમણે વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની મુલાકાત પણ લીધી હતી. અગાઉ વર્ષ ૨૦૧૬માં તેઓ ગીર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી ખાતે તસવીર મામલે વિવાદમાં ફસાયા હતા.

અલબત્ત તાજેતરમાં પ્રકાશમાં આવેલી તસવીરોમાં એશિયાટિક નહીં પરંતુ આફ્રિકન સિંહ હોવાનો ખુલાસો થયો છે, કેટલાક વીડિયો પણ પ્રકાશમાં આવ્યા છે. તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.