Abtak Media Google News

એક જ માલિકની 3 ગાય અને 1 બકરી મળી ચાર પશુના મારણ કર્યા

જંગલની બહાર નિકળી નવી ટેરેટરી સ્થાપવાના સિંહોના પ્રયાસો યથાવત

જંગલના રાજા સિંહ માટે કોઈ સ્થળ મર્યાદા હોતી નથી તેના પૂરાવા સૌરાષ્ટ્રમાં વારંવાર મળી રહ્યા છે.સિંહો પોતે જ પોતાની ટેરેટરી નકકી કરી રહ્યા છે. અગાઉ પણ સિંહો જંગલની બહાર નીકળી પોતાની ટેરેટરી બનાવવાના પ્રયાસો કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. જે સીલસીલો હજુ પણ ચાલુ છે. જેતલસરમાં ફરી છ સિંહોએ ધામા નાખી મારણ કર્યું હતુ આ ઘટના પગલે વનવિભાગ ફરી સ્તબ્ધ બન્યું છે. સિંહો પોતાની નવી ટેરેટરી સ્થાપવા પ્રયાસોકરી રહ્યા છે.

થોડા સમય પહેલા જેતલસર પંથકના ટીમડી ગામની ઘટના માં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા તે ઘટના ચોંકાવનારી હતી ત્યારબાદ જેતલસર સમગ્ર પંથકને વન વિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.છેલ્લા ઘણા મહિનાઓ થી સાવજો જેતલસર તથા આજુબાજુના વિસ્તારમાં મધરાત્રે અથવા ધોળાં દિવસે લટાર મારવા નીકળી જાય છે. ત્યારે ગત રાત્રીના 3:30ના સુમારે છ-છ વનરાજો જેતલસર પંથકના પીપળવા ગામે ચળી આવતા ત્યાંના સ્થાનિક ભરવાડ પરિવારના વાળામાં ત્રાટકી ત્રણ ગાય અને એક બકરી એમ મળીને કુલ ચાર પશુઓ ના મારણ કરી ભરપેટ મિજબાની માણી હતી. વધુમાં પશુ માલીક દિલીપભાઈ ભનુભાઈ ભરવાડ જણાવે છે કે રાત્રીના 3:30 વાગ્યે પોતાના ઘરની બાજુમાં ગ બાંધવા માટે વાળો બનાવ્યો હતો તેમાં છ સિંહો વાવાઝોડા માફક ઘુસી આવતા પશુ એ તરખાટ મચાવી દીધો હતો ત્યારે દિલીપભાઈ બહાર નીકડીને જોવા જતા છ સિંહોનું ટોળું બાંધેલી ગાયો પર હુમલો બોલાવી

ચાર પશુને મોતને ઘાટ ઉતાર્યા હતા તે સમયે શોર બકોર મચી જતા સિંહોનું ટોળું ભરપેટ જમણ જમીને ત્યાંથી રવાના થયું હતું.ઘટના બનતાજ ગ્રામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સિંહોના ટોળાને ઘસેડવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. ત્યારે તેના હાથ ટેકામાં ગ્રામ જનો પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છેકે સિંહોએ અગાઉપણ જેતલસર પંથકમાં પશુઓનુંમારણ કર્યું હતુ ત્યારે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બાદ ફરી સિંહોએ આ પંથકમાં ધામા નાખી પશુઓનું મારણ શરૂ કર્યું છે. જેતલસર પંથકમાં સિંહો વારંવારધામા નાખતા હોય તેઓને અહીનો વિસ્તાર માફક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો આ સિંહો અહી ધામા નાખીને રહે તો નવાઈ નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.