Abtak Media Google News

જાન્યુઆરી-૨૦૨૧ રેલ તંત્ર માટે શુકનવંતુ: ૩૦.૫૪ મીલીયન ટનનું પરિવહન કરી રેલવેએ સૌથી વધુ માલ વહનનો સર્જયો રેકોર્ડ: કોલસો, લોખંડ, અનાજ, ખાતર અને ખનીજ તેલનું પરિવહન કરીને રેલવેએ કરી મબલખ કમાણી

કોરોના કાળની થપાટ માથી ધીરે-ધીરે વિશ્વ બહાર આવી રહ્યું છે ત્યારે ભારતમાં પણ અર્થતંત્રને સામાજિક જીવનની ગાડી ધીરે-ધીરે પાટા પર આવી રહી છે ત્યારે રેલવે જાન્યુઆરી ૨૦૨૧ ના એક જ મહિનામાં પરિવહન ક્ષેત્રે સૌથી વધુ માલ વહન કરીને ઇતિહાસ સર્જયો છે રેલવે ૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં વિક્રમ જનક રીતે ૩૦.૫૪મેટ્રિકટોન માલ પરિવહન કરીને વગર  નૂરે રેલવેને જમાવટ કરાવી દીધી છે.ભારતીય રેલવે દ્વારા જારી કરવામાં આવેલા છેલ્લા કેટલાક મહિના ના પરિવહન આંકડામાં જાન્યુઆરી ૨૦૨૧ નો મહિનો રેલવે માટે ભારે શુકનવંતુ સાબિત થયો હતો બજારો ખુલતાની સાથે ઉદ્યોગોના ધમધમાટ થી કાચી સામગ્રીની ઊભી થયેલી એક શાંતિ જરૂરિયાતને લઈને રેલવે એક મહિનામાં જ વિક્રમજનક કહી શકાય તેટલા પરિવહન નું કામકાજ કર્યું હતું ફેબ્રુઆરી આઠ સુધી ના આંકડા માં ભારતીય રેલવેએ કુલ ૩૦.૫૪ મેટ્રિક ટન  માલ પરિવહન માં૧૩.૬૧ મેટ્રિક ટન કોલસો, ૪.૧૫ મેટ્રિક ટન કાચું લોખંડ, ૧.૦૪ મેટ્રિકટન અનાજ, ૧.૦૩ મેટ્રિક ટન ખાતર અને ૦.૯૬ મેટ્રિક ટન ખનીજ અને ૧.૯૭ સિમેન્ટનું પરિવહન કર્યું હતું કોરોના દ ધી ડાઉનરે ધીરે શરુ થઇ રહેલું જનજીવન અને વધારે પડતાં ઉદ્યોગ જગતને લઈને માલનું પરિવહન વધ્યું છે કોરોના મહા મારી મા બંધ રહેલી વધુ પ્રવૃત્તિ શરૂ થતાની સાથે રેલવેને પરિવહનના કામે ચાંદી ચાંદી કરાવી દીધી છે સરકાર દ્વારા સ્ટાર્ટ અપ અને આત્મનિર્ભર ભારત ના ક્ધસેપ્ટ સાથે ઉદ્યોગિક પ્રોત્સાહનને લઈને સરકાર દ્વારા આપવામાં આવતી રાહતે સબસીડી  ટેક્સ હોલીડે જેવી સુવિધાઓના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ને વેગ મળ્યો છે વિકાસ અને ઉપયોગી પ્રગતિ ના કારણે કાચા માલની માંગ વધતા તેની અસર રેલ્વે પરિવહન માં દેખાવા લાગી છે કોરોના કારણે જીવનધોરણ અને ઉદ્યોગ વ્યાપાર વ્યવહાર થઈ ગયા હતા અને હવે ફરીથી વધુ વેપાર થાળે પડતાં હતાં પરિવહનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રેલવે ખાસ માલગાડીઓ બોલાવવાનું શરૂ કર્યું છે તાજેતરમાં આવેલા એક અહેવાલમાં રેલવે મુસાફરો અને માલ વાહન ક્ષેત્રમાં અગાઉની કોરોનો કટોકટીમાં બંધ રહેલા રેલવેની ખાધને સરભર કરવા માટે કમર કસી છે ફેબ્રુઆરી ૨૦૨૧ માં મુસાફરોની રિઝર્વેશન ની ટકાવારી પણ ૧૯ ટકા જેટલી વધી છે અને માલ પરિવહન માં ૯ ટકાનો વધારો આવ્યો છે રેલવેને કોરોના ની સપાટી માંથી બહાર નીકળેલા ઔદ્યોગિક જગત અને વેપાર ઉદ્યોગ નો પ્રારંભ ભારે શુકનવંતુ વિના જ રેલવેના નૂરે રેલવેને બખ્ખા કરાવી દીધા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.