Abtak Media Google News

ભારતમાં વિશ્વના સૌથી મોટા કોરોના વેક્સિનેશનનું કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. વેક્સિનેશનના બીજા ફેઝની શરૂઆત કરવા માટે કેન્દ્ર સરકારે 26 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર સાથે એક મીટિંગ યોજા હતી. કેન્દ્ર સરકાર દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે, કોરોના વેક્સિનને ખાનગી હોસ્પિટલમાં કોરોના મેળવવા 250 રૂપિયા ચૂકવવા પડશે.એક ડોઝના 150 જયારે વહીવટી ચાર્જ રમ 100 ચૂકવવો પડશે.

વેક્સિનેશનના પ્રથમ તબ્બકે સ્વાસ્થ્યકર્મિઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સીનનો ડોઝ આપવામાં આવ છે. હવે બીજા ફેઝમાં 45 વર્ષથી ઉપરના કો-કોર્બિડીટીજથી પીડિત લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. બીજો ફેઝ 1 માર્ચથી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને બીજા ફેઝ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાંનું કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.