Abtak Media Google News

નીખિલ મક્કા,રાજકોટ: કોરોના વેક્સિનેશનનો બીજો તબ્બકો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો ડોઝ લગાવ્યો હતો. પીએમ મોદીએ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ લેવાની અપીલ પણ કરી હતી. આજે વહેલી સવારથી જ લોકો કોરોના વેક્સિન લઈ રહ્યા છે. સિનિયર સિટીઝન વેક્સિન લેવામાં ડર ના રાખે તે માટે આજે રસીકરણના બીજા તબક્કાના પ્રથમ દિવસે જલારામ હોસ્પિટલ ખાતે સવારે 9:00 વાગે સિનિયર સિટિઝન અને 9.30 વાગ્યે સંતો કોરોના વેક્સિન લીધી હતી. બાલાજી વેફર્સના ઓનર ભીખુભાઈ વિરાણી અને તેમના પત્નીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

D4Cd6D72 D590 4A66 A65C 9D8D629Bddc8 1

ચિત્ર નગરી પરિવારના આશરે 30 લોકો સવારે 11:00 વાગ્યે સદર બજારના આરોગ્ય કેન્દ્ર રેડ ક્રોસ, કુંડલિયા કોલેજની બાજુમાં સ્લોગન લખેલા વાક્યો સાથે જેવાકે વેક્સિન થી ડરો નહીં અચૂક વેક્સિન મુક્કાવવો, સરકારને સપોર્ટ કરીએ વેક્સિન મુકાવવીએ વગેરે સલોગન સાથે ઉત્સાહ પૂર્વક વેક્સિન મુકાવા જશે. જાગૃતિ માટેના આ અભિયાનમાં વધુને વધુ સિનિયર લોકો જોડાય તે માટે હાજર રહી પ્રોત્સાહન આપવામાં સહયોગી બનવા વિનંતી કરી હતી.

રાજકોટ શહેરમાં શહેરની 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલમાં આપવામાં વેક્સિન આવશે. રાજકોટ મનપા દ્વારા દરેક વોર્ડ પ્રભારીને રસીકરણ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. 60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા તથા 45 થી 59 વર્ષની ઉંમરના અન્ય રોગ ધરાવતા લોકોને વેક્સિન અપાશે. 45 થી 59 વર્ષની ઉંમર વાળા અન્ય રોગના દર્દીઓએ મેડિકલ પ્રેક્ટિસનરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. સરકારી હોસ્પિટલમાં રસી વિનામૂલ્યે આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં રૂ.100 વહીવટી ચાર્જ અને રૂ.150 રસીનો ચાર્જ મળીને કુલ રૂ.250 વસુલ કરવામાં આવશે.

525Db926 66F5 4048 A15D 7Ac0Ed989067

સિનિયર સિટીઝન વેક્સિન લેવામાં ડરના રાખે તે માટે આજે પ્રથમ દિવસે જ ચિત્ર નગરી પરિવારના આશરે 30 લોકો સ્લોગન લખેલા વાક્યો સાથે ‘વેક્સિનથી ડરો નહી અચૂક વેક્સિન મુક્કાવવો’ કોરોના વેક્સિન મુકાવી હતી.

બીજા તબક્કામાં કોને વેક્સિન આપવામાં આવશે, શું છે નિયમ?

•60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને વેક્સિન આપવામાં આવશે.
•45 વર્ષથી વધુની ગંભીર બીમારી વાળા લોકો વેક્સિન આપવામાં આવી શકે છે.
•સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
•ગંભીર બીમારીવાળા લોકો માટે, માન્યતા પ્રાપ્ત ડોક્ટરનું સર્ટિફિકેટ જરૂરી રહેશે.
•કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.