Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે લગભગ ત્રણ દાયકાથી મકાનમાલિકને તેની ભાડાપટ્ટાની મિલકતથી વંચિત રાખતા એક  ભાડૂતને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વળી, સર્વોચ્ચ અદાલતે ભાડૂતને છેલ્લા 11 વર્ષનું ભાડુ બજાર દરે ચૂકવવા પણ આદેશ કર્યો છે.

ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને આર. આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે આ કેસના ચુકાદાને  અદ્ભુત ગણાવ્યો અને કહ્યું કે કોઈ વ્યક્તિના મૂળભૂત કે કાનૂની હક- અધિકાર લૂંટવા અને ન્યાયિક કાર્યવાહીનો દુરુપયોગ કરવાનો આ એક મોટો દાખલો છે. આ ચુકાદો દરેકને માટે એક શીખરૂપ સાબિત થશે. કોઈ ભાડુઆત મકાનમાલિકના સંપતિના અધિકારને છંછેડી શકે નહીં. અને ખોટા કેસમાં ઉલજી ન્યાયાલયનો સમયનો વેડફાટ પણ કરી શકે નહીં.

જણાવી દઈએ કે, આ મામલો પશ્ચિમ બંગાળના અલીપુરનો છે. એક ભાડૂઆતે તેના મકાનમાલિકની મિલકત પર પોતાનો કબ્જો જમાવી સુપ્રીમમાં મામલો ઢ્સેડયો હતો. સુપ્રીમ કોર્ટે લાલઘૂમ થઈ ભાડુઆતને 15 દિવસની અંદર મિલકત મકાનમાલિકને સોંપવા આદેશ કર્યો છે. કોર્ટે ભાડૂઆતને માર્ચ 2010ના દરમિયાન જે બજાર કિમંત ચાલતી હતી તે પ્રમાણે ભાડાની  તમામ રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. જે ભાડૂઆતે  ત્રણ મહિનાની અંદર ચૂકવવો પડશે.

આ ઉપરાંત અદાલતી કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટે  ન્યાયિક સમયનો બગાડ કરવા અને મકાનમાલિકને જબરદસ્તી કોર્ટે ખસેડવા બદલ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમ મકાન માલિકને આપવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.