Abtak Media Google News

દક્ષિણ ધ્રુવ સિવાય સમગ્ર પૃથ્વી પર કરોળિયાની 38000 જેટલી જાત

હમિંગ બર્ડ પોતાનો માળો બાંધવા કરોળિયાના જાળનો ઉપયોગ કરે છે

નાના એવા કરોળિયાના જાળા લગભગ દરેક ઘરમાં જોવા મળતા હોય છે. ખુણે – ખાચરે કરોળિયા પોતાની જાળ બિછાવી નાના નાના જંતુને પોતાનો શિકાર બનાવી ખોરાક લે છે. કરોળિયાની સાવ પતલી દેખાતી જાળ મજબુત પણ એટલી જ હોય છે. કરોળિયામાંથી બહાર નીકળી વેળાએ આ જાળ ઝેરીલી હોય છે.

જીવ શાસ્ત્રીઓ કરોળિયાને જઁતુ ગણતા નથી મોટાભાગના જંતુઓ માંસાહારી નથી હોતા પણ કરોળિયા અન્ય જંતુઓનું ભક્ષણ કરે છેે.

પૃથ્વી પર કરોળિયાની લગભગ 38000 જેટલી પ્રજાતિ છે. દક્ષિણ ધ્રુવ સિવાય સમગ્ર પૃથ્વી પર ખુણે ખુણે કરોળિયા ફેલાયેલા છે. કરોળિયાના શરીર પર સખત આવરણ હોય છે અને સાપની કાંચળીની જેમ આ આવરણ બદલાય છે. કરોળિયા હાનિકારક જંતુઓને ખાય છે. વનસ્પતિનું પરાગનયન કરીને પર્યાવરણને ઉપયોગી થાય છે. દરેક પ્રાણીઓના સ્નાયુઓ હાડકાની ઉપરના ભાગે જયારે કરોળિયાના સ્નાયુઓ હાડકાની અંદર પોલાણમાં હોય છે કરોળિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જમીન પર એક સેક્ધડમાં બે ફૂટની ઝડપથી દોડી શકે છે.

કરોળિયાની આગવી ખાસિયત કે જે એ જાળ બનાવે છે. આ જાળી માટેના તાર અથવા રેસા એક કુદરતી  પ્રોટીન છે. જે ઘણું મજબૂત અને ટકાઉ હોય છે. કેટલાક કરોળિયા જાડી તો કેટલાક પાતળી જાળ ગુંથે છે. કરોળિયો પોતાની આસપાસ ફસાયેલા શિકારને જોઇ દોડી તેના સુધી પહોંચે છે અને ત્યાંથી પાછો મુળ જગ્યાએ પરત ફરે છે. આમ કરી તે શિકાર સુધીનું અંતર માપી લે છે અને ત્યારબાદ પોતાની જાળનો તાર  છોડે છે જે ઝેરથી તરબતર હોય છે. આ તારથી શિકાર જંતુ બેહોશ થઇ જાય છે. પછી કરોળિયો નજીક જઇ ઝેરીલા તારનો વધુ એક ડોઝ છોડે છે. અને ખાતરી થયા બાદ જંતુનુ  ભક્ષણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.