Abtak Media Google News

શહેરની વીવીપી ઇજનેરી કોલેજના ઇલે. એન્ડ કોમ્યુનીકેશન વિભાગના 18 વિઘાર્થીઓનું મલ્ટીનેશનલ તથા કોર કંપનીમાં પ્લેસમેન્ટના શ્રી ગણેશ થઇ ગયા છે. વીવીપી એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ માટે જાણીતું છે. હજુ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે તયારે જ 18 વિઘાર્થીઓના મલ્ટીનેશનલ તેમજ કોર કંપનીમાં પ્લેસમેન્ટમાં શ્રીગણેશ થઇ ગયા છે. સોફટનોટિકસ કંપની જેમાં એમ્બેડેડ સિસ્ટમનું મુખ્ય કાર્ય છે. તેમાં ધવલ સંજયભાઇ જોશી, સાર્થ ભાવીનભાઇ વડગામા, રીલાયન્સ જીઓ ફોર જી કંપનીમાં ઘ્વની રશ્મીકાંતભાઇ ચૌહાણ, એન્ડાઇડ એપસ ડેવલપમેન્ટના ફીલ્ડમાં નામાંકિત તત્વસોફટ મલ્ટીનેશનલ કંપનીમાં દર્શન મનસુખભાઇ રાણીગા, એમ્બેડેડ સિસ્ટમના ફીલ્ડમાં આરોહી કંપનીમાં ધૃતિ રાજેશભાઇ પરમાર અને મનિષ દીલીપભાઇ નેભાણી, એનડાઇડ એપ ડેવલપમેન્ટ ક્ષેત્રની કંપની લોજીસ્ટીક ઇન્ફોટેકમાં ક્રિસ્ટલ જીતેન્દ્રભાઇ પીઠવા, ઓટોમેશનની કંપની ગ્લોબલ સી અને સી માં શીખા  સતીષભાઇ આડતીયા, એમ્બેડેડ સિસ્ટમ કંપની ઓશન ટેકનોલોજીસમાં મિત પરેશભાઇ કામદાર, પ્રશાંત અતુલભાઇ જાગાણીના પ્લેસમેન્ટ થઇ ગયા છે.

કેતન માધવજીભાઇ સોલંકીનું ઓનીટીવ ઇન્ફોટ્રોનીકસ નામક એમ્બેડેડ સિસ્ટમની કંપનીમાં, મહેક કલ્પેશભાઇ ઠાકરનું મેકિઝમ નામક કંપનીમાં પ્લેસમેન્ટ થયું છે. ઉપરાંત એમનેકસ નામક સર્વેલન્સ સિસ્ટમની કંપનીમાં જય મહેશભાઇ જાખરીયા, તેજ વિરેન્દ્રભાઇ વાયડા, બૈજુસ કંપનીમાં એસોસીએટ એન્જીનીયર તરીકે તેમજ અર્જુન પ્રફુલભાઇ દલસાણીયા સોફટવેર એન્જીનીયર તરીકે ટી.એસ.એસ. કંપનીમાં હાર્દિક અક્ષયભાઇ દવેનું અલ્કા ઇન્ડસ્ટ્રીઝમાં, મિત જીતેન્દ્રભાઇ શેઠનું રાધે એકેલીકમાં અને આદિત્ય પ્રતુલભાઇ ઠાકરનું મોબા મોબાઇલ ઓટોમેશનમાં પ્લેસમેન્ટ થયું છે. આમ, પ્રવેશ, રિઝલ્ટ કે પછી પ્લેસમેન્ટ  હોય વી.વી.પી. નંબર વન રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કરવો હોય તો પ્રથમ પસંદગી વીવીપી એન્જીનીયરીંગ કોલેજને આપવામાં આવે છે.

પ્લેસમેન્ટ માટે પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના સીધા માર્ગદર્શન હેઠળ ઇ.સી.ના વડા. ડો. ચાર્મીબેન પટેલ, ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટના ક્ધવીનર ડો. જીજ્ઞેશ જોશી, પ્લેસમેન્ટ ઓફીસર રાશીબેન જોબનપુત્રા, ડો. સ્નેહાબેન પંડયા, પ્રો. રવીન સરધારા, પ્રો. નિર્મલ ભાલાણી, મનોજ ચૌહાણ તેમજ સમગ્ર કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી છે.

પ્લેસમેન્ટની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ  મણીઆરે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.