Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિધ્ધ જગત મંદિરને આજે યુ.એસ.એ (ન્યુ જર્સી)ની વલ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વલ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટર અને શારદાપીઠના બ્રહ્મચર્ય જીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

7A706567 Cad1 4731 9360 E57De9032712

યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે દર વર્ષે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે અને પુણ્યનું ભાથું બાંધી જાય છે. ત્યારે દ્વારકાધીશ જગત મંદિરને આજ રોજ વલ્ડ અમેઝિંગ પ્લેસ તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. વલ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જર્સી (USA)દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની હાજરીમાં આજ રોજ શારદાપીઠ પરિસરમાં શારદાપીઠના બ્રહ્મચારી જી, જિલ્લા કલેકટર, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના સદસ્યો દ્વારકા પાલિકા પ્રમુખની ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્થાના ગુજરાતના ડાયરેકટર અને કો ઓર્ડીનેટર એ દ્વારકાધીશ મંદિરને વલ્ડ અમેઝિંગ પ્લેસનું પ્રમાણપત્ર આપ્યું હતું.

દ્વારકાધીશ જગત મંદિર વિશ્વ વિખ્યાત છે. ત્યારે દ્વારકા મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અંદાજિત 2200 વર્ષ જૂની વિરાસત છે અને સરકાર દ્વારા પણ દ્વારકાના જગત મંદિર એવા દ્વારકાધીશ મંદિરને હેરિટેજ સીટીમાં સ્થાન આપ્યું છે. ત્યારે વલ્ડ કક્ષાએ પણ દ્વારકાની આગવી ઓળખ મળી છે. ત્યારે વધુને વધુ દ્વારકાધીશના દર્શનાર્થે લોકો આવે અને વલ્ડ કક્ષાએ નોંધ લેવા અને વર્ષો જૂનો વારસો જળવાઈ રહે તે દિશામાં આગળ વધી જાળવી રાખવા પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ જિલ્લા કલેકટરે વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.