Abtak Media Google News

સોશિયલ મીડિયામાં અવાર નવાર ફની વીડિયો વાયરલ થતાં હોય છે, જેને જોતાં રમુજ પણ ઉત્પન્ન થાય છે અને બોધ પણ મળે છે આવો જ એક ફની વીડિયો કેરળનાં એક વ્યક્તિનો વાયરલ થયો છે. આ વીડિયોમાં વ્યક્તિ બાલ્કની પરથી પટકાતો હોય છે, ત્યાં તેની બાજુમાં ઊભો રહેલો તેનો મિત્ર તેને જીવલેણ અકસ્માતથી બચાવી લે છે.

આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો છે. આ વીડિયોમાં બે શખ્સો બાલ્કનીની પારી પાસે ઉભેલા જોવા મળે છે. થોડીક જ સેકંડમાં, લાલ શર્ટ વાળો માણસ પોતાનો સંતુલન ગુમાવે છે અને બાલ્કનીમાંથી બેભાન રીતે પાછળની તરફ પડતો જોવા મળે છે. જો કે તેના સંતુલન ગુમાવ્યાના બાદ તરત જ તેને લોકોએ પગ પકડીને સુરક્ષિત રીતે ફ્લોર પર પાછો ખેચી લીધો હતો.

માહિતી મુજબ, કેરળના કોઝિકોડની બેંક એડોડી શાખામાં આ ઘટના બની હતી. અહેવાલમાં જણાવાયું છે કે, મેથલ બાબુ નામનો દૈનિક વેતન કામદાર છે. આ બનાવ બન્યો ત્યારે વેલ્ફેર ફંડ ઇન્સ્ટોલમન્ટનો હપતો ભરવા માટે બેંકમાં આવ્યો હતો. આ વ્યક્તિને ચક્કર આવતા તે નીચે પડવાનો હતો અહેવાલમાં જણાવ્યા મુજબ પાછળથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.